૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે

0
142

નવીદિલ્હી, તા. ૨૪
તમામ બંદરોને રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવીને લોજિસ્ટિક ખર્ચને ઘટાડવાના હેતુસર ઇન્ડિયન પોર્ટ રેલ કોર્પોરેશન દ્વારા અન્ય સંસ્થાઓની સાથે મળીને ૧૮૭૯૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટો અમલી બનાવી દીધા છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આના પરિણામ સ્વરુપે ખર્ચમાં ઘટાડો થઇ શકશે. તમામ મોટા બંદરો અને રેલ વિકાસ નિગમ લિમિટેડ વચ્ચે સંયુક્ત સાહસરુપે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આના ભાગરુપે રેલવેને બંદર સેક્ટરમાં પરિવહનના મોડ તરીકે વિકસિત કરવાની હિલચાલ ચાલી રહી છે. સરકાર દ્વારા મહત્વકાંક્ષી સાગરમાલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. દેશમાં બંદરના નેતૃત્વમાં વિકાસ માટેના ફ્લેગશીપ કાર્યક્રમ તરીકે તેને જાવામાં આવે છે. સાગરમાલા હેઠળ ઓળખી કાઢવામાં આવેલા રેલ કનેક્ટીવીટી પ્રોજેક્ટો પૈકીના ૫૦ ટકાથી વધુ પ્રોજેક્ટો જુદી જુદી સંસ્થાઓ મારફતે અમલી બની ચુક્યા છે. આઈપીઆરસીએલ, શિપિંગ મંત્રાલય જેવી સંસ્થાઓ મારફતે આ પ્રોજેક્ટો અમલી કરવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૪૨૪૭ કિલોમીટરની લંબાઈ માટે ૭૦ રેલ કનેક્ટીવીટી પ્રોજેક્ટો ઓળખી કાઢવામાં આવ્યા છે જેને ૪૬૭૨૮ કરોડ રૂપિયાના ખર્ચ સાથે અમલી કરવામાં આવનાર છે. ઓળખી કાઢવામાં આવેલા ૭૦ પ્રોજેક્ટો પૈકી ૨૭ પ્રોજેક્ટો ૧૮૭૯૫ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ૧૯૬૭ કિમી માટે અમલીકરણ હેઠળ છે જ્યારે ૪૨૬ કિલોમીટરની લંબાઈ ધરાવતા ૧૩ પ્રોજેક્ટો ૨૫૯૨ કરોડ રૂપિયાના ખર્ચ સાથે પૂર્ણ કરવામાં આવી ચુક્યા છે. જ્યારે ૨૫૩૪૧ કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે ૩૦થી વધુ પ્રોજેક્ટો હાલ અમલીકરણ પહેલાના તબક્કામાં છે. આનાથી ૧૯૬૭ કિલોમીટરને કનેક્ટીવીટી મળી જશે. શિપિંગ મંત્રાલય હેઠળ સાગરમાલાનો ઉદ્દેશ્ય બંદરોના નેતૃત્વમાં વિકાસની કામગીરીને વધુ ઝડપી કરવાનો રહ્યો છે. સાગરમાલા મુજબ સાત લાખ કરોડ રૂપિયાથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ સાથે ૪૦૦થી વધુ પ્રોજેક્ટો ઓળખી કાઢવામાં આવ્યા છે. આ તમામ પ્રોજેક્ટોના ભાગરુપે બંદરોને આધુનિક બનાવવામાં આવશે. નવા બંદરો વિકસિત કરવામાં આવશે. કેનેક્ટીવીટીને વધારવામાં આવશે. બંદર સંબંધિત ઔદ્યોગિકરણ કરવામાં આવશે. કંપની એક્ટ હેઠળ જુદી જુદી પહેલ કરવામાં આવી રહી છે. સરકારે પહેલાથી જ કહ્યું છે કે, એસપીવીની કામગીરીના લીધે ખર્ચને ઉલ્લેખનીયરીતે ઘટાડી શકાશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY