વરસાદ ના કારણે અયોધ્યા નગર ના સ્થાનિકો ને રોડ રસ્તાના લીધે મુસીબત…..

0
340

ભરૂચ નગરપાલિકા ની હદ માં આવેલ વૉર્ડ નં ૪ અયોધ્યાનગર સોસાયટી ના રહીશો હાલત નજીવા વરસાદ માં દયનિય ૨ વર્ષ પેહલા ભૂગર્ભ ગટર યોજના ને લઈ સોસાયટી ના રોડ ખોદી નાખવામાં આવેલ હાલ ૨ વર્ષ થયાં હોવા છતાંય ૯૫% અયોધ્યા નગર સોસાયટીના રોડ નગરપાલિકા દ્વારા બનાવી દેવા માં આવેલ છે પણ અયોધ્યાનગર માં જ આવતી ૩ જેટલી લાઈનો ના રોડ કેમ બનાવામાં નથી આવતા….?? એ એક ચર્ચા નો વિષય છે સ્થાનિકો ની વારંવાર નગરસેવકો ને ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ ને રજુવાત છતાંય રોડ ની બાબતે સાંભળવા તૈયાર નથી નગરસેવસકો નો એક જ નનો ગ્રાન્ટ આવશે તે પ્રમાણે કરી આપીશું આખી સોસાયટી ના રોડ બની ગયા પણ આ ૩ લાઈનો ના કેમ નથી અને તેના માટે ગ્રાન્ટ કેમ નથી આવતી..? નગરસેવકો ના ઘર પાસે અને તેમના નજીકનાઓ માટે ગ્રાન્ટ નો પ્રશ્ન ઉભો થતો નથી તેવો ના ઘર પાસે ના કે તેમની આજુબાજુ ની લાઈનો ના રોડ બની ગયા તો શું આ ૩ લાઈનોમાં રહેતા સ્થાનિકો બદલાપુર માં રહે છે શું એ લોકો ટેક્સ નથી ભરતા…??જેવી બાબતોએ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જો ભાજપનું ગઢ ગણાતી અયોધ્યા નગર માં વહેલી તકે કામગીરી નહીં કરવામાં આવે તો આગામી લોકસભા માં આ પ્રશ્ન ભાજપ ને તકલીફ માં મુકશે તેવુ પણ સ્થાનિકો નું કહેવું છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY