ડર્બનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોમન વેલ્થજ કરાટેમાં સુરતની કુ.શીતલ કુલકર્ણીની પસંદગી

0
27

સુરત, તા. ૨૩
આગામી તા. ૨૯/૧૧/૨૦૧૮ થી ૦૨/૧૨/૨૦૧૮ના રોજ અોલિવ કન્વેનશન સેન્ટર, ડર્બન, સાઉથ આફ્રિકા ખાતે ૯મી કોમન વેલ્થ કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ન્યૂ મોડેલ સ્કૂલ, ભાઠેના, ઉધના, સુરતની એક માત્ર વિદ્યાર્થિની કુલકર્ણી શીતલ વિનોદ પસંદગી પામી છે અને ભારત દેશનું કરાટેની નેશનલ ટીમ સાથે પ્રતિનિધિત્વ કરશે. જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર માટે ખૂબ જ ગૌરવની બાબત છે. કુલકર્ણી શીતલ જેણે કરાટે એસોસિયેશન અોફ ઈન્ડિયાની નેશનલ સ્પર્ધા એપ્રિલ ૨૦૧૮માં પસંદગી પામી કાંસ્ય પદક જીત્યો છે જેના સંદર્ભે આંતરાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામી છે.
કુ. શીતલ કુલકર્ણી હાલમાં ન્યૂ મોડેલ શાળાના કોચ શ્રી કૃષ્ણાલ સુરતી પાસે તાલીમ મેળવી રહી છે. ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરે છે અને દેશનું નામ રોશન કરે એવું શાળા પરિવાર, ટ્રસ્ટીગણ, વર્લ્ડટ્રેડીશનલ શોટોકાન કરાટે ફેડરેશન ગુજરાતના પ્રેસિડન્ટ શિહાન જીતેન્દ્ર સુરતી, કરાટે-ડો ફેડરેશન ગુજરાતના પ્રેસિડન્ટ શિહાન વિજય ભટ્ટ અને જનરલ સેક્રેટરી શિહાન કલ્પેશ મકવાણા તરફથી વિદ્યાર્થિનીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે અને ભારત દેશ માટે મેડલ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY