ભુજ કચ્છ: આગામી ૩૧-ડીસેમ્બરને અનુલક્ષીને ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂનો વેંચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહિ. ના કેસો શોધવા પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડાની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરા તથા પો.સબ ઇન્સ. એચ.એસ.તીવારીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસની એક ટીમ માનકુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન શીવપારસ નગર રોડ, નવાવાસ, સુખપર રીધ્ધી-સીધ્ધી સોસાયટી ખાતે બાતમી હકીકત આધારે હયુન્ડાઇ વેરના કાર નં.GJ-01-KF-5971 વાળી ચેક કરતા કાર ચાલક હરપાસિંહ વિક્રમસિંહ જાડેજા, ઉ.વ.૩૦, રહે.હાલે રીધ્ધી-સીધ્ધીનગર, સુખપર નવાવાસ, તા.ભુજ, મુળ રહે. ગામ વિંઝાણ, તા.અબડાસા વાળાના કબ્જામાંથી સદર વાહનની ડીકીમાં ૩૧-ડીસેમ્બર અનુસંધાને ગેરકાયદેસર રીતે વેંચાણ અર્થે રાખેલ ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ સીટી ચોઇસ પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલ નંગ-૧૦૮, કિ.રૂા.૩૭,૮૦૦/- ની મળી આવતા કબ્જે કરવામાં આવેલ તથા મજકુર પાસેથી એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦/- નો ગણી તથા દારૂની હેર ફેરમાં ઉપયોગમાં લીધેલ સદર કાર કિ.રૂા.૩,૦૦,૦૦૦/-ની ગણી એમ કુલ્લે રૂા.૩,૩૮,૩૦૦/- નો મુદામાલ કબ્જે લેવામાં આવેલ અને આ પકડેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માનકુવા પો.સ્ટે. ધોરણસર ફરીયાદ આપેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



