મુખ્યમંત્રી યોગીને મળ્યો શહીદ ઈન્સપેક્ટરનો પરિવાર, મળશે રૂ. ૮૦ લાખની મદદ

0
7

બુલંદશહર હિંસા,આરોપીઓને છોડવામાં નહિ આવેઃસીએમ
લખવફ,તા.૬
પશ્ચિમ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ભીડની હિંસા શિકાર થયેલા ઈંસ્પેક્ટર સુબોધ કુમાર સિંહનો પરિવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા પહોંચ્યા. શહીદ ઈંસ્પેક્ટરનો પરિવાર આજે સવારે લગભગ ૯ઃ૩૦ મુખ્યમંત્રી આવાસ પહોંચ્યો હતો. મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરતા શક્્ય એટલી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. આરોપીઓને છોડવામાં નહીં આવે. સીએમએ પરિવારને અસાધારણ પેંશન, એક સભ્યને નોકરી સાથે શહીદ સુબોધ કુમારના નામે જૈથરા કુરાવલી રોડનું નામ પણ આપવાની વાત કહી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા ઈંસ્પેક્ટર સુબોધની પત્નીએ રજની, પુત્ર અને બહેન પહોંચ્યા હતાં. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક કાર્યવાહીનું આશ્વાસન આપતા કહ્યું હતું કે, કોઈ પણ એવી ગફલતમાં હોય કે તે બચી જશે, તો ભુલી જાય. અમારી ત્રણ ત્રણ ટીમો ત્યાં કામ કરી રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદ ઈંસ્પેક્ટરના પરિજનોને મળ્યાં બાદ શક્ય તેટલી તમામ મદદ કરવાનું વચન આપ્યું હતું. સાથે જ જાહેરાત કરી હતી કે, સુબોધ કુમાર સિંહનો મોટો દિકરો સિવિલ સર્વિસિ અને નાનો દિકરો વકીલાતનો અભ્યાસ કરી રહ્યાં છે. સરકાર તેમના અભ્યાસમાં મદદ કરશે. તેવી જ રીતે શહીદના એક સભ્યને નોકરી, શહીદ સુબોધ કુમારના નામે જૈથરા કુરાવલી રોડનું નામ પણ આપવાની વાત કહી. તેવી જ રીતે સુબોધ સિંહના નામે કોલેજ બનાવવામાં આવશે.
સાથે જ મુખ્યમંત્રીએ દિવંગત ઈન્સ્પેક્ટરનીએ પત્નીને ૪૦ લાખ અને માતા-પિતાને ૧૦ લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તેવી જ રીતે પરિજનોને પેંશન આપવાની જાહેરાત કરી છે.
શહીદ ઈન્સપેક્ટરના પરિવારને શું મળશે?
– એક સભ્યને નોકરી
– બંને બાળકોના અભ્યાસમાં પોલીસ વિભાગ તરફથી મદદ
– પરિવારને પેન્શન
– એટામાં જૈથરા કુરાવલી રસ્તાનું નામ સુબોધ સિંહના નામથી રાખવામાં આવશે.
– બાકી રૂ. ૩૦ લાખની હોમલોન મોદી સરકાર ચૂકવશે.
– સૌથી પહેલાં જ વડાપ્રધાને રૂ. ૫૦ લાખ રાહત આપવાની જાહેરાત કરી દીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY