રણવીર સિંહ અને સારાની જાડી તમામને પંસદ પડશે

0
13

મુંબઇ,તા.૪
રણવીર સિંહ અને સારા અલી ખાનની જાડીને ચાહકો પસંદ કરશે તેવો દાવો રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિમ્બા સાથે જાડાયેલા લોકો કરી રહ્યા છે. આ હોટ જાડી પ્રથમ વખત એક સાથે આવી રહી છે. સેફ અલીની પુત્રી સારા ખાનને વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. રણવીરને પ્રથમ વખત એક શાનદાર એક્શન ફિલ્મ સિમ્બા હાથ લાગી છે. આ ફિલ્મનુ શુટિંગ જારદાર રીતે ચાલી રહ્યુ છે. ફિલ્મને ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રોહિત શેટ્ટીની એક્શનથી ભરપુર ફિલ્મ મળતા રણવીર ભારે ખુશ છે. ફિલ્મ સિમ્બાને લઇને તૈયારીમાં રણવીર સિંહ પહેલાથી જ લાગી ગયો છે. એક્શન સિક્વન્સ માટે ટ્રેનિંગ પણ રણવીર સિંહે લઇ લીધી છે. રોહિત શેટ્ટીની નવી ફિલ્મમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મો એક્શનથી ભરપુર રહે છે. હાલમાં તે ઝોયા અખ્તરની ફિલ્મ ગુલ્લી બોયના શુટિંગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ કામ કરી રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રણવીર સિંહ તેની કેરિયરમાં હજુ સુધીની સૌથી મોટી ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. શેટ્ટીની ટીમ સાથે તે કેટલાક સપ્તાહ સુધી ખાસ ટ્રેનિંગ પણ કરી ચુક્યો છે.
રોહિત શેટ્ટી સાથે કામ કરવાની તેની ઇચ્છા આખરે પૂર્ણ થઇ રહી છે. તેમની ફિલ્મો તમામ પેઢીને પસંદ પડે છે. તેમની એક્શન ફિલ્મો ચાહકોને ગમે છે. દક્ષિણ ભારતની ફિલ્મ ટેમ્પરના અધિકાર અમે ખરીદી લેવામાં આવ્યા બાદ સિમ્બા પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મથી અમારી ફિલ્મ પ્રેરિત છે. રણવીર સિંહ મોટા ભાગે સંજય લીલાની ફિલ્મમાં જ હજુ સુધી મોટા રોલ કરતો રહ્યો છે. આવી Âસ્થતીમાં તેની રોહિત શેટ્ટીની ફિલ્મમાં મોટી કસોટી થનાર છે. એક્શનને લઇને રણવીર ભારે મહેનત કરી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY