લૉડરહિલ,તા.૫
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી બીજી ટી૨૦ મેચમાં શાનદાર બોલિંગ કરનાર ઓફ સ્પિનર વોશિંગટન સુંદરની પ્રશંસા કરતા કહ્યું કે, તે ભવિષ્યમાં મોડી ભૂમિકા ભજવવાની ક્ષમતા રાખે છે. સુંદરે રવિવારે રમાયેલી બીજી મેચમાં ૩ ઓવર ફેંકી જેમાં એક મેડન હતી. આ યુવા બોલરે માત્ર ૧૨ રન આપ્યા અને એક વિકેટ પણ ઝડપી હતી.
સુંદરની બોલિંગમાં સૌથી સારી વાત તે કરી કે તે વેસ્ટઈન્ડિઝના તોફાની બેટ્સમેનોને મોટા શોટ્સ રમવામાં રોકવામાં સફળ રહ્યો હતો. મેચ બાદ કોહલીએ કહ્યું, ‘વોશિંગટને જે રીતે બોલિંગ કરી, ખાસકરીને ત્યારે જ્યારે બેટ્સમેન તેના પર મોટા શોટ્સ ફટકારવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા, તે શાનદાર છે. લાંબા સમય સુધી રહ્યા બાદ પણ તેણે જે સ્વભાવ અને સંયમ દેખાડયો છે તેની પ્રશંસા કરવી જોઈએ.’
ભારતીય કેપ્ટને કહ્યું, ‘તે આવતીકાલમાં મોડુ ફેક્ટર સાબિત થઈ શકે છે. જો તેના વિશે એક વાત કહું તો તે જે ઈચ્છે છે તેને યોગ્ય રીતે લાગૂ કરી રહ્યો છે.’
કોહલીએ કહ્યું, ‘પ્રથમ બે જીતવાથી તમને તક મળે છે કે તમે બાકીના ખેલાડીઓને તક આપી શકો. પરંતુ અમારૂ પ્રથમ લક્ષ્ય જીત છે.’ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ મંગળવારે ગુયાનાના પ્રોવિડેન્સ મેદાન પર રમાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



