કેવડિયા પોસ્ટ ઓફિસમાં ગયેલી શિક્ષિકા ગુમ થતા પિતા એ પોલીસનું શરણું લીધું 

0
36

ભાવનગર ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પિતાની શિક્ષિકા પુત્રી પોતાની એક્ટિવ લઈ પોસ્ટ ઓફિસમાં પાસબુક લેવા ગઈ ત્યારબાદ પરત ન ફરી 

રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની પાસે આવેલા કોઠી ખાતે રહેતી યુવતી ગુમ થતા પિતાએ કેવડિયા પોલીસ માં જાણ કરી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની પતરા ટાઇપ –બી રૂમ નંબર ૧૦ ખાતે રહેતા સોમાભાઇ મનુભાઇ તડવી રહે.હાલ ભાવનગર પો.હે.ક્વા મુળ રહે કોઠી ગામ કેવડીયા કોલોની પતરા ટાઇપ –બી રૂમ નંબર ૧૦ પોતે ભાવનગર ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેમની પુત્રી મોહિની કેવડિયા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હોય ગત તારીખ 14 મેં ના રોજ કેવડિયા પોસ્ટ ઓફિસમાં પાસ બુક લેવા પોતાની એક્ટિવ નં.GJ 16 BA 6369 લઈ ગઈ હતી ત્યારબાદ પરત ઘરે ન આવતા તેની ઘણી શોધખોળ કરવા છતાં ન મળતા.અને તેનો મોબાઈલ પણ ન લાગતો હોય આખરે પિતાએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થઈ હોવા બાબતે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY