ટ્રમ્પના વિદેશમંત્રીએ કિમ જાંગને સરમુખત્યાર કહ્યા,નો.કોરિયામાં ઇરમજન્સી બેઠક બોલાવાઇ

0
6

વાશિંગ્ટન,તા.૧૦
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે એવું કહેતા હોય કે, તેઓને નોર્થ કોરિયાના નેતા કિમ જાંગ-ઉન સાથે ખાસ લગાવ છે, પરંતુ તેમના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો કિમને સરમુખત્યાર ગણે છે. નોર્થ કોરિયા સાથે વાતચીત સફળ કરવાના ઉદ્દેશ્યથી પોમ્પિયો ગત વર્ષે ચાર વખત પ્યોંગયાંગ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સેનેટની ઉપસમિતિ સમક્ષ હાજર થયેલા પોમ્પિયોને નોર્થ કોરિયાને લઇને અનેક સવાલોના જવાબો આપવા પડ્યા હતા. ડેમોક્રેટિક સેનેટર પેટ્રિક લીહે વેનેઝૂએલાના ડાબેરી પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સરમુખત્યાર કહેવા માટે પોમ્પિયોની નિંદા કરી અને પુછ્યું કે, શું તેઓ કિમ જાંગ માટે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરશે? પોમ્પિયોએ તેના જવાબમાં કહ્યું, હા, મને વિશ્વાસ છે કે, હું અગાઉ પણ આ કહી ચુકવ્યો છું.
બીજી તરફ, નોર્થ કોરિયા નેતા કિમ જાંગ ઉને બુધવારે ઉચ્ચ સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકને લઇને અટકળોનો દોર યથાવત છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હનોઇ શિખર સમારંભની અસફળતા બાદ કિમ અમેરિકાની સાથે વધેલા તણાવપૂર્ણ સંબંધો પર ચર્ચા થઇ શકે છે. બીજી તરફ, નોર્થ કોરિયન સેન્ટ્રલ એજન્સી (KCNA)એ એવા સંકેત આપ્યા છે કે, કિમ નોર્થ કોરિયાની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટેની રીતભાત અને તેના પર વધતા દબાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. હાલ અત્યાર સુધી આ કિમની આ બેઠકનો એજન્ડા સ્પષ્ટ નથી થઇ શકિયો. આ બેઠકના પરિણામો પર અમેરિકા અને સાઉથ કોરિયાની નજર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY