ISI સમર્થિત ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારતીય મૂળના લોકો પર હુમલો કર્યો

0
5

લંડન,તા.૧૦
બાલાકોટમાં ભારતે કરેલી એરસ્ટ્રાઈકથી બોખલાયેલા પાકિસ્તાને હવે નવી દિલ્હી વિરુદ્ઘ ષડયંત્ર રચવા મથામણ કરી રહ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું સમર્થન ધરાવતા ખાલિસ્તાની લોકોએ બ્રિટનમાં ભારતીય ઉચ્ચાયોગ સામે સૂત્રોચ્ચાર કર્યા અને ભારતીય મૂળના લોકો ઉપર હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર થયો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સમર્થિત લોકોએ ભારતીય હાઈકમિશન સામે સૂત્રો પોકાર્યા હતા અને ભારતીય મૂળના લોકો પર હુમલો કર્યો હતો. ઘટના શનિવારના રોજ બની હતી અને સ્થાનિક પોલીસે આ ઘટના સંદર્ભે એક વ્યકિતની ધરપકડ પણ કરી હતી, જા કે બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલમાં એક વ્યકિતને શાંતિ ભંગ કરવાના આરોપ હેઠળ ઝડપી લેવાયો હતો. કાશ્મીરી અને ખાલિસ્તાન સમર્થક સંગઠના લોકોએ ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે હાઈકમિશન બહાર કેટલાક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ઓવરસીઝ પાકિસ્તાની વેલફેર કાઉન્સિલ (ઓપીડબલ્યુસી) અને સિખ્સ ફોર જÂસ્ટસ જૂથ તેમજ બ્રિટન ફ્રેન્ડ્‌સ ઓફ ઈન્ડિયા સોસાયટીના લોકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જાવા મળ્યા હતા.
મેટ્રોપોલિટન પોલીસના મતે ધરપકડ કરાયેલા વ્યકિતને પાછળથી મુક્ત કરી દેવાયો હતો. તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. ઝપાઝપીમાં કોઈને ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY