વલસાડમાં ૧૦ ડિગ્રી અને સુરતમાં ૧૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન
સુરત, તા. ૧૨
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉત્તર દિશાથી ફૂંકાતી શિતલહેરના લીધે ફરી એક વખત ઠંડીનો ચમકારો વધ્યો છે આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નવસારીમાં ૭ ડિગ્રી નોંધાઈ છે. ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે આગામી સપ્તાહ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૬ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્ના છે. પવનના લીધે આજે ઠંડીનો ચમકારો વધ્યો હતા. નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરી એક વખત આજે તાપમાનનો પારો ગગડીને ૭.૭ ડિગ્રી નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નવસારીમાં નોંધાઈ છે. દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનત્તમ તાપમાન ૧૦૬ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજની સરખામણીએ યથાવત રહ્નાં છે. ઉત્તર દિશાથી શિતલહેરના લીધે ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



