મેકિસકોમા નાઇટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગઃ ૧૫ના મોત

0
30

મેકિસકો,તા.૧૦
સેન્ટ્રલ મેકિસકોની એક નાઇટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ૧૫ વ્યકિતના મોત નીપજ્યા છે. પ્રોસિકિયુંટરે શનિવારે આ અંગે માહિતી આપી હતી. પબ્લિક પ્રોસિકિયુંટર્સ ઓફિસના પ્રવક્તા જુઆન જાઝ માર્ટિનેઝે જણાવ્યું હતું કે, આ ઘટનામાં ચાર અન્ય વ્યકિત પણ ઘાયલ થઈ હતી. ગુઆનાજુઆતો પ્રાંતમાં આવેલી આ નાઇટ ક્લબના વિસ્તારમાં પેટ્રોલિયમ પદાર્થની ચોરી અટકાવવા પોલીસે અભિયાન શરૂ કર્યું હતું.
વાહનમાંથી નીચે ઉતરતા પહેલા જ સલામાંકાના લા પ્લાયા નાઇટ ક્લબમાં હથિયારોથી સજ્જ કેટલાક લોકોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ચાર ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં ૧૫ વ્યકિતના મોત થયા હતા અને અન્ય ચાર ગંભીર રીતે ઘવાયા હતા. સલામાંકા રાજ્યની પેટ્રોલિમય કંપની પેટ્રોલ મેકિસકાનોસની મુખ્ય પાઇપલાઇન સાઇટ છે જેમાંથી ગયા વર્ષે ત્રણ અબજ ડોલરનું પેટ્રોલ ચોરાયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY