લોસ એન્જલ્સ,તા.૮
ડીસી કોમિક્સના સુપરહીરોની કથા પર આધારિત હોલિવૂડની ફિલ્મ શેઝમ ભારતમાં એપ્રિલની પાંચમીએ રજૂ થશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી.
આ ફિલ્મ અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિળ, તેલુગુ અને કન્નડ ભાષામાં સબ-ટાઇટલ્સ સાથે રજૂ થવાની છે. ઉત્તર ભારતની તુલનાએ સાઉથમાં કેળવણીનું પ્રમાણ વધુ હોવાથી હોલિવૂડની ફિલ્મો દક્ષિણ ભારતમાં વધુ ચાલતી હોય છે.
આ સુપરહીરોની કથા ઇચ્છાપૂર્તિની કથા છે. એમાં સમગ્ર પરિવાર સાથે બેસીને જાઇ શકે એ રીતે મનોરંજનનો મસાલો ભરવામાં આવ્યો છે એમ ડીસી યુનિવર્સના પ્રવક્તાએ કહ્યું હતું.
વાર્તાનો સાર એટલો છે કે બીલી બેટ્સન (અભિનેતા એશર એન્જલ) નામના એક અનાથ ટીનેજરને એક પ્રાચીન સિદ્ધ પુરુષ શેઝમ સુપરહીરો બનવાનું વરદાન આપે છે. કથા નાયક અદ્રશ્ય થઇ શકે છે, ઊડી શકે છે, ગમે તેવા દુષ્ટ માણસનો સામનો કરી શકે છે વગેરે. ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર એવો છે કે દરેક વ્યક્તિ સુપરહીરો છે જો પોતાનું મનોબળ અડગ રાખી શકે. ડેવિડ સેન્ડબર્ગે આ ફિલ્મનું ડાયરેક્શન સંભાળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



