જે કરવું હોય તે કરો આજે રામ મંદિરનો પાયો નંખાશે : સાધ્વી પ્રાચી

0
22

અયોધ્યા,તા.૨૪
ફાયર બ્રાન્ડ હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચીએ એલાન કર્યુ છે કે ઉધ્ધવ ઠાકરેની સભાને મંજૂરી આપવી કે નહી તે સરકારનુ કામ છે પણ એક વાત નક્કી છે કે ૨૫ નવેમ્બરે, આવતીકાલે રામ મંદિરનો પાયો નંખાશે.
સાધ્વી પ્રાચીએ સુપ્રીમ કોર્ટને આડે હાથે લેતા કહ્યું હતુ કે શાહબાનો કેસ, જલિકુટ્ટી કેસ, સબરીમાલા કેસમાં જા કોર્ટ ઝડપથી નિર્ણય કરી શકે છે તો રામ મંદિર માટે કેમ નહી..પાકિસ્તાન પરસ્ત લોકો અને બોગસ જનોઈ પહેરીને મંદિરમાં દર્શનનુ નાટક કરનારા લોકો મંદિર નિર્માણમાં વિધ્ન ઉભુ કરી રહ્યા છે.
સાધ્વી પ્રાચીએ કહ્યું હતુ કે ત્રણ ઓક્ટોબર,૧૯૯૦નો દિવસ પણ દેખ્યો છે જ્યારે મુલાયમસિંહે કારસેવકો પર ગોળીઓ ચલાવી હતી.શરદ કોઠારી અને રામ કોઠારી નામના કારસેવકોની શહિદી પણ જાઈ છે.૬ ડિસેમ્બર, ૧૯૯૨નો દિવસ પણ જાયો છે જ્યારે બાબરી મસ્જિદ તોડી પડાઈ હતી.ત્રીસ વર્ષથી રામ મંદિર માટે સંઘર્ષ કરી રહી છું.મારા જીવનનુ આ જ લક્ષ્ય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY