એનસીએલટીએ IL&FS ગ્રુપની ૧૩ કંપનીઓની નાણાંકીય માહિતી માંગી

0
4

ન્યુ દિલ્હી,તા.૩૦
નેશનલ કંપની લો અપલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)એ આઈએલએન્ડએફએસ ગ્રુપની ૧૩ કંપનીઓની ફાઈનાન્શિયલ માહિતી માંગી છે. ટ્રિબ્યુનલને શુક્રવારે સરકાર અને આઈએલએન્ડએફએસ ગ્રુપને એ બતાવવા માટે કહ્યું કે ઋણદાતાઓને કેટલી ચૂકવણી કરવામાં આવી જોઈએ. ટ્રિબ્યુનલે એ પણ સ્પષ્ટ કર્યું કે આઈએલએન્ડએફએસ અને તેની કંપનીઓના રિઝોલ્યુશન પ્લાન લાવવા માટે સરકાર પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો ન હતો.
ટ્રિબ્યુનલે કહ્યું કે આઈએલએન્ડએફએસના નવા બોર્ડ અને સરકાર દ્વારા રીઝોલ્યુશન માટે જે પણ પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે, તેના માટે ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી લેવી પડશે.
મામલાની અગામી સુનાવણી ૮ એપ્રિલે થશે. અગામી સુનાવણીમાં ટ્રિબ્યુનલ આરબીઆઈ દ્વારા આઈએલએન્ડએફએસ ગ્રુપની કંપનીઓના ઋણ પર પ્રતિબંધ લગાવવાના કેસની સુનાવણી પણ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY