ભણસાલીએ ‘ગંગુબાઇ’ ટાઇટલ રજિસ્ટર કરાવ્યું

0
7

મુંબઇના રેડલાઇટ વિસ્તારની માથાભારે મહિલા હતી
મુંબઈ,તા.૮
રેડ લાઇટ એરિયા તરીકે જાણીતા મુંબઇના કામાઠીપુરા વિસ્તારમાં એક સમયે ડઝનબંધ કૂટણખાનાં ચલાવતી અને પાછળથી કૂટણખાને ધકેલાતી મહિલાઓની તારણહાર બની ગયેલી માથાભારે મહિલા ગંગુબાઇની જીવનકથા પરથી ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી ફિલ્મ બનાવવાના હોય એવી છાપ પડી હતી.
આમ થવાનું મુખ્ય કારણ એ કે ભણસાલીએ ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડયુસર્સ એસોસિયેશન (ઇમ્પા)માં ગંગુબાઇ ટાઇટલ પોતાના નામે રજિસ્ટર કરાવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી એવી વાતો વહેતી થઇ હતી કે ભણસાલી સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનને લઇને ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. થોડા સમય પછી એવી વાત આવી કે ઐશ્વર્યા નહીં, પ્રિયંકા ચોપરાને લેવાની એમની ઇચ્છા છે. એ સમાચારને પણ રદિયો મળ્યો જ્યારે એવી વાત આવી કે સલમાન ખાન પ્રિયંકા સાથે ફિલ્મ કરવા તૈયાર નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY