જંબુસર બાયપાસ ચોકડી પર પડી ગયેલા મોટા ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી.

0
300

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પર મોટા ખાડો પડી જતાં સ્થાનિકો અને ત્યાંથી અવર જવર કરતાં વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને કારણે આજ રોજ આર.એન્ડ.બી વિભાગ દ્રારા ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ હાશ કરો અનુભવ્યો હતો.

ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પર વરસાદના લીધે રસ્તાઓ ધોવાઈ જતાં મસ મોટા ખાડાઓ પડી જતા સ્થાનિકો અને ત્યાંથી અવર જવર કરતાં મોટા વાહન ચાલકોને ઘણીજ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.ત્યારે થોડા દિવસો અગાઉ સ્થીનિકોએ વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરી તંત્રને ૭૨ કલાકની મહોલત આપવામાં આવી હતી.

જેથી આજ રોજ વરસાદે વિરામ લેતાં આર.એન્ડ.ડી વિભાગ દ્રારા સવારે જંબુસર બાયપાસ રોડ પર જે.સી.બી થી લેવલિંગ કરી કપચી નાખી ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો એ હાશ કારો અનુભવ્યો હતો. જોકે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે દરવર્ષે આ રોડ પર વરસાદ અને મોટા વાહનોના લીધે મોટા ખાડાઓ પડી જવાથી સ્થાનિકોને પારવાર મુશ્કેલીઓનોસામનો કરવો પડે છે.ત્યારે આર.એન્ડ.બી વિભાગ દ્રારા આર.સી.સી નો મજબૂત રોડ બનાવી દેવામાં આવે તો કાયમી સમસ્યા દૂર થઈ જાય એમ છે.

આ કામગીરી દરમ્યાન સ્થાનિક આગેવાન અબ્દુલ કામથી,નગર પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા, હાફેજી દયાદરવાળા, સલીમ ગોદર સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી સારા રસ્તાની માંગ કરવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY