ત્રણ વર્ષ પૂર્વે થયેલી હત્યામાં પુરાવાના અભાવે ચાર આરોપીનો નિર્દોષ છુટકારો !

0
28

પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાના ચાર આરોપીઓ નિર્દોષ છૂટ્યા

મોરબીની સિરામિક ફેકટરીમાં ત્રણ વર્ષ પૂર્વે પ્રેમ પ્રકરણમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હોય જે બનાવ મામલે ચાર આરોપી સામે કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે તમામ ચાર આરોપીનો નિર્દોષ છુટકારો કર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સોબત સુરતાનભાઈ મછરીયાએ ફરિયાદ નોંધાવી હાતી કે તા. ૨૪-૦૯૦૨૦૧૫ ના રોજ ફરિયાદીના ભત્રીજા સુરેશ ઉર્ફે સુરિયાને આરોપીની દીકરી સાથે પ્રેમ પ્રકરણ બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખી ફરિયાદીના ભાઈ જગવાનભાઈ સુરતાનભાઈ મછરીયાને તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થ ઝીંકી હત્યા નીપજાવી હોય જે મામલે આરોપી હાબુ ઉર્ફે રમેશ જોરસિંગ, કુંદન બાઈસિંગ, મગન ઉર્ફે કારીયા જેતુભાઈ અને તોપસિંગ બીલામ આદિવાસી રહે બધા હાલ મોરબી સનોરા સિરામિક વાળાની પોલીસે અટકાયત કરી હતી અને હત્યા અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષના વકીલે દલીલો કરી હતી જેમાં સ્વતંત્ર કહી સકાય તેવા પંચ સાહેદોએ બનાવની હકીકતને સમર્થન આપ્યું નથી અને ફરિયાદ પક્ષે જોનાર સાક્ષી રજુ થયેલ નથી.

તેમજ મરણ જનાર સુરેશને આરોપી તોપસીંગ બીલામની બહેન ભુરીબેન સાથે એક તરફી પ્રેમ સંબંધ હતો મરણ જનાર અને તોપસિંગ વચ્ચે ઝઘડો થયો તે પુરવાર થયું નથી અને ફરિયાદ પક્ષે કુલ છ આરોપીના નામ શકમંદ તરીકે આપેલ જયારે તહોમતદારો તરીકે કુલ ચાર આરોપીના નામો દર્શાવવામાં આવ્યા છે જેથી ફરિયાદી પક્ષ મૌખિક અને દસ્તાવેજી પુરાવાથી તહોમતદાર વિરુદ્ધ પોતાનો કેશ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એવો સિધ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે કે નિર્દોષને સજા થવી જોઈએ નહિ નિર્દોષને સજા કરવાથી ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી જાય છે અને સમાજમાં વિપરીત અસર પડે છે જે તમામ દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે
આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેનભાઈ અગેચણીયા, રમેશ ચાવડા, નર્મદાબેન ગડેશીયા, સુનીલ માલકિયા, જે ડી સોલંકી અને વિવેક કે વરસડા રોકાયેલ હતા

રિપોર્ટર રાહુલ નગવાડિયા મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY