નવીદિલ્હી,તા. ૩૧
એનઆરસીના મામલા ઉપર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં કેટલાક સૂચન કર્યા હતા. એનઆરસી મામલામાં સરકાર પર પણ એવી જવાબદારી હોવી જોઇએ કે તે સાબિત કરે કે કોઇ શખ્સ દેશના નાગરિક છે કે કેમ. ગુલામ નબીએ કહ્યું હતું કે, સરકાર દરેક વ્યક્તિને કાયદાકીય સલાહ અને સહાયતા આપી શકે છે. કોઇપણ વ્યક્તિનું શોષણ ન થાય તે બાબત ખુબ મહત્વપૂર્ણ છે. ૧૬ પુરાવા હોવા જોઈએ તે પૈકી કોઇ એક પણ પુરાવા મળે તો તેને નાગરિક તરીકે ગણવામાં આળે તે જરૂરી છે. આને માનવ અધિકારના વિષય તરીકે ગણવા જાઇએ. રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા અન્ય લોકો આને રાજનીતિ તરીકે દર્શાવે તે જરૂરી નથી. આ ખુબ જ ગંભીર અને સંવેદનશીલ મામલો છે. કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો રોહિગ્યાના મુદ્દે મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે. આ મામલો ચૂંટણી મુદ્દો પણ બની શકે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





