ન્યુ દિલ્હી,તા.૧૩
શિયાળો હજી તો ટકોરા મારી રહ્યો છે ત્યાં તો રાજધાની દિલ્હી પર ધુમ્મસ ઉતરવા માંડ્યુ છે. આગામી દિવસોમાં ફરી એક વખત દિલ્હી ગેસ ચેમ્બર બની જાય તેવી પુરેપુરી શકયતાઓ છે.
દિલ્હીના આનંદવિહારમાં હવાની ગુણવત્તા આજે ભયજનકના સ્તરને પાર કરી ચુકી છે.આમ અત્યારથી જ શ્વાસ લેવા માટે દિલ્હીની હવા યોગ્ય નથી તેવુ તારણ નીકળ્યુ છે ત્યારે હજી તો આ શરુઆત છે.
ખેડૂતોએ દિલ્હીની આસપાસ ખેતરોમાં ખેતી પુરી થયા બાદ બાકી રહેતો કચરો સળગાવવાનુ શરુ કરી દીધુ છે. જેનો ધુમાડો દિલ્હીની હવાને બદતર બનાવી રહ્યો છે. આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. જાકે સરકાર લોકોના જીવન સાથે જાડાયેલા આ ખતરાને દુર કરવામાં ઉદાસીન છે.
ગત વર્ષે દિવાળી વખતે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા પર બેન મુકિયો હતો. જાકે એ પછી પણ પ્રદુષણની સમસ્યા હલ થઈ શકી નહોતી.
ખેતરોમાં કચરો બાળવામાં ના આવે તે માટે પંજાબ, હરિયાણા અને યુપીમાં ખેડૂતો માટે એવી મશીન ખરીદવાનો પ્રસ્તાવ છે જેનાથી ખેતરના કચરામાંથી ખારતર બનાવી શકાય.જાકે આ પ્રસ્તાવનો અમલ થઈ શકિયો નથી. મેં તમને પહેલા જ કહ્યું હતુ કે હું મુકી દઉં છું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




