ન્યુ દિલ્હી,તા.૩૧
સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્તમાં થયેલી ચર્ચા પછી વિપક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો. અમારી પાસે આંકડા છે તેવું કહેનારી કોંગ્રેસ આણી મંડળી સામે પીએમ મોદીએ અનેક સાથી પક્ષો ગુમાવવા છતાં જારદાર જીત મેળવી હતી. જેને પગલે ભાજપ ગદગદીત થઈ ગયો હતો. પીએમ મોદીને મળેલી સફળતા અને ભાજપને મળેલી વધું મજબૂતીને કારણે ભાજપ છાવણીમાં ખુશી છવાઈ ગઈ હતી. વિપક્ષની સામે સરકારની જીત માટે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસદીય દળે આ બાબતને વિપક્ષની હાર અને સરકારની મોટી જીત ગણાવી હતી અને એનો શ્રેય નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આપ્યો હતો.
બેઠકની શરૂઆતમાં મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર પહેરાવી સન્માનિત કરાયા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી અને અનંત કુમારે પીએમનું સન્માન કર્યું હતું. આ અવસરે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીને લાડુ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. જ્યારે બેઠકમાં ઉપસ્થિત સાંસદોએ આ ક્ષણને વધાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



