ધોરાજી,તા.૨૭
રાજ્યમાં હાલ લસણ પકવતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યાં છે તેમને એક કિલો લસણના ૭૫ પૈસા મળી રહ્યાં છે. સરકાર ખાલી આશ્વાસન આપી વાતો ચલાવી રહી છે, પરંતુ હવે લસણના ખેડૂતોના વહારે કોંગ્રેસના બાગી નેતાઓ આવ્યા છે. આજે રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ખેડૂતોની સાથે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ધોરાજીમાં આજે કોંગ્રેસના બાગી નેતા અને ધારાસભ્ય લલિત વસોયાએ દિવસેને દિવસે વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ અને લસણના ભાવ અંગે વિરોધ કર્યો હતો. લલિત વસોયાએ એક રેકડીમાં લસણ ભરી જાહેર રસ્તાઓ પર વેંચવા નીકળ્યા હતા, ત્યારે તેમની સાથે અનેક ખેડૂતો રહ્યા હતા. લલિત વસોયાએ રેકડીમાં લસણ ભરી હાલની સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. જેમાં ૧૦૦ કિલો લસણ લાવો અને એક લિટર ડિઝલ લઈ જાવ સાથે ભારે રોષની સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
બીજી બાજુ લસણ વાવતા ખેડૂતોને સરકારના મંત્રીઓ કહે છે કે તેઓ હજી ખેડૂતોને મદદ કરવાની વિચારી રહ્યાં છે. લસણના ખેડૂતોને મળી રહેલા ભાવ અંગે કૃષીમંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે મુખ્યમંત્રીને રજૂવાત કરી છે અને સરકાર આ અંગે વિચારી રહી છે.
છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માંગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યું કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે. સૌરાષ્ટ્રંમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ ૨૦૧૫-૧૬માં દેશી લસણના ભાવ મણના રૂ.૧૪૦૦ હતા, તેની સામે આજે રાજકોટ યાર્ડમાં રૂ.૬૦ થી ૨૭૫ના ભાવે સોદા થઇ રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





