દેશમાં ચિટફંડ સ્કિમોનો અંત આવશે, સંચાલકોની સંપતિ વેચી નખાશે

0
2

ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલ-૨૦૧૮ના ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ અપાયુ
ન્યુ દિલ્હી,તા.૭
પોન્ઝી સ્કીમ અને ચીટફંડ કંપનીઓ ચલાવીને ગેરકાયદે મધ્યમવર્ગ અને ગરીબોની પરસેવાની કમાણી લૂંટતા લોકો પર હવે અંકુશ આવશે. કેન્દ્ર સરકાર આવા કૌભાંડીઓ પર સકંજા કસવા માટે કડક કાયદો લાવી રહી છે. આ દિશામાં અગત્યનું પગલું ઉઠાવતાં કેન્દ્રએ ‘ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલ-ર૦૧૮’માં અધિકૃત સંશોધનોના ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. કેબિનેટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપનાને પણ મંજૂરી આપી છે. આ એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત સંસ્થા હશે અને તે ગૌસંવર્ધન માટે કામ કરશે.
કેબિનેટના નિર્ણયોની જાણકારી આપતાં કાયદા અને દૂરસંચાર પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે કાયદાનું રૂપ મળ્યા બાદ જે પણ જમા યોજનાઓ (ડિપોઝિટ સ્કીમ) આ કાયદા હેઠળ નોંધણી નહીં કરાવે તે આપોઆપ ગેરકાયદે જાહેર થશે. આવી કંપનીઓના માલિક-એજન્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની સંપત્તિ વેચીને ગરીબોની પૂંજી પરત કરવામાં આવશે.
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સંસદની નાણાકીય બાબતોની સ્થાયી સમિતિએ આ વિધેયકની જાગવાઈઓના સંબંધમાં એક રિપોર્ટ આપ્યો હતો, જે પ્રમાણે હવે બિલમાં સંશોધનો કરવામાં આવ્યાં છે. વર્ષ ર૦૧પથી ૩૦ નવેમ્બર, ર૦૧૮ સુધીમાં દેશભરમાં તપાસ એજન્સી સીબીઆઈએ ગેરકાયદે લોકો પાસેથી નાણાં ઉઘરાવતી પોન્ઝી સ્કીમો અને ચીટફંડ સાથે જોડાયેલા ૧૬૬ કેસ નોધાયા છે. આ પ્રકારની છેતરપિંડીની સૌથી વધુ ઘટનાઓ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સામે આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY