કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજે ૭૨મા સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી થશ

0
12

ન્યુ દિલ્હી,તા.૧૪
૭૨માં સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના કલાકો જ બાકી છે. પરંપરા પ્રમાણે લાલ કિલ્લા પર વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને દેશની જનતાને સંબોધન કરશે. મોદી લાલ કિલ્લા પરથી લાંબુ ભાષણ આપવા માટે જાણીતા છે. તેથી આ વખતે પણ મોદી લાલ કિલ્લા પરથી કેટલી મિનિટનું ભાષણ આપશે અને તેમાં કયા મુદ્દાઓનો સમાવેશ કરાયો હશે તે અત્યારથી જ ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છે તે, ૨૦૧૬માં વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ૯૪ મિનિટ સુધી ભાષણ આપીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. તે ઉપરાંત ૩૧ જુલાઈએ વડાપ્રધાને ટિ્વટ કરીને લોકો પાસેથી એવા મુદ્દાઓની માંગણી કરી હતી જેનો તેઓ તેમના ભાષણમાં સમાવેશ કરી શકે.
વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭માં સ્વતંત્રતા દિવસ ઉપર લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરી ચુક્્યા છે. આ ચાર વખત તેમણે લાલ કિલ્લા ઉપરથી કોઇના કોઇ મોટી સ્કીમ અથવા લોકોને લલચાવતી પોલિસીની ઘોષણા કરી છે. સ્વચ્છ ભારત અભિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ એન્ડ સ્ટેડ અપ ઇન્ડિયા, વન રેંક વન પેંશન, ગામોનું વીજળીકરણ અને યોજના આયોગને બદલીને નીતિ આયોગ બનાવવું.આ દરેક ઘોષણાઓ ૧૫ ઓગસ્ટે જ થઇ છે.
એટલા માટે દર વર્ષે ૧૫ ઓગસ્ટના લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાનના ભાષણ માત્ર નીતિઓની જાહેરતને લઇને મહત્વપૂર્ણ નથી પરંતુ રાજકીય ક્ષમતા ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. બુધવારે આઝાદીના જશ્નના અવસર પર પીએમ મોદી લાલ કિલ્લા પરથી શું કહેશે એ અંગે કોઇ સટીક અનુમાન ન લગાવી શકાય પરંતુ તેમના ભાષણોની ખાસ પેટર્ન છે.
જા તેમના પાછળના ભાષણો ઉપર ધ્યાન આપીએ તો રસપ્રદ પેટર્ન સામે આવે છે. પીએમ મોદી પોતાના ભાષણની શરૂઆત સામાન્ય વિષયોથી કરે છે. ત્યારબાદ તે ધીમે ધીમે પોતાની સરકારની નીતિઓ ઉપર આવે છે. ત્યારબાદ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવે છે. ત્યારબાદ કોઇ મોટી પોલિસીની જાહેરાત કરે છે. છેલ્લે વિપક્ષનું નામ લીધા વગર જ પોતાની વાત કહે છે. અને ફરીથી સામાન્ય વિષય ઉપર આવીને ભાષણને સમાપ્ત કરે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY