મોદીના ઘણા પગલાથી અસંતોષ છે.

0
18

લોકસભાની ચૂંટણી નજીક છે અને ભાજપ દ્વારા પહેલા કરતા વધારે સારી બહુમતિ સાથે ફરી સત્તામાં આવવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કૃષિ સંકટ જેવી દેશની સામે રહેલી મુળભુત સમસ્યાના સળગતા મુદ્દા સત્તામાં વાપસીના સપના પર પાણી ફેરવી શકે છે. કારણે હાલમાં જે સર્વેના તારણ આવ્યા છે તે સર્વેના તારણમાં આ તમામ ચારેય મુદ્દાને લઇને સરકારની કામગીરીથી સામાન્ય લોકો નાખુશ છે. જીએસટી અને નોટબંધીને લઇને સરકાર દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આના કારણે ચોક્કસપણે ત્રાસવાદની કમર તુટી છે અને ફાયદો થયો છે પરંતુ નુકસાન પણ ઓછુ રહ્યુ નથી.

સામાન્ય લોકો હેરાન પરેશાન થયા છે. આ તમામ મુદ્દા પર હવે જે સમય રહ્યો છે તે સમયમાં લોકોની વચ્ચે મજબુતી સાથે જવા માટે આંકડા તૈયાર કરવા પડશે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં જ ખેડુતોની આવક કેટલી વધી છે તે બાબતનો ઉલ્લેખ સરકાર દ્વારા હજુ સુધી ક્યારેય કરવામાં આવી રહ્યો નથી. કૃષિ નિકાસ વધારી દેવાની સરકાર વાત કરી રહી છે પરંતુ પોતાના શાસનકાળમાં કૃષિ નિકાસ કેમ ઘટી ગઇ છે તે બાબતનો ઉલ્લેખ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો નથી. ટીવી પર કરવામાં આવી રહેલા સર્વેને લઇને સૌથી મોટા મુદ્દો હવે છે કે લોકસભા ચૂંટણીમાં મોદી સત્તામાં વાપસી કરી શકશે કે કેમ તેને લઇને કોઇ રાજકીય પંડિત સ્પષ્ટ રીતે કહેવાની સ્થતીમાં નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને કેટલી સીટો મળશે અને તમામ પક્ષો ભેગા થઇને જે મહાગઠબંધન બનાવી રહ્યા છે તેને કેટલી સીટો મળશે તો આની વાત કરવામાં આવે તો જુદા જુદા અભિપ્રાય મળી રહ્યા છે. મોદીની વાતમાં વિશ્વાસ ઘટી રહ્યો છે તે બાબત લોકોને યાદ રહી છે. ચૂંટણી વેળા લોકો સૌથી મહત્વ બેરોજગારીની સમસ્યાને આપશે તે બાબત પણ નક્કી છે. બીજી બાજુ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા હાલમાં છેલ્લી ચૂંટણીમાં જે રીતે બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે તે મોદીની સમસ્યા વધારી શકે છે. લોકસભા ચૂંટણીમાં તેમની ગણતરી ઉંઘી વાળી શકે છે.

બેરોજગારી, નોટબંધી અને જીએસટી એવા મુદ્દા છે જેને લઇને રાહુલ સતત ઉઠાવીને મોદીની નિષ્ફળતાને સાબિત કરી રહ્યા છે. આ મુદ્દે મોદી અને સરકાર પાસે કોઇ નક્કર જવાબ દેખાઇ રહ્યા નથી. જા આવી સ્થતી અકબંધ રહેશે તો ભાજપને ચોક્કસપણે ફટકો પડશે. સામાન્ય લોકોને મોંઘવારીના મોરચે કોઇ રાહત દેખાઇ રહી નથી. પહેલાની તુલનામાં સ્થતી વણસી રહી છે. યુવાનો આજે બેરોજગારીને લઇને પરેશાન છે. લોકસભા ચૂંટણીમાં જા સંવેદનશીલ મુદ્દા રજુ કરાશે તો મોદીને ચોક્કસપણે ફટકો પડશે. અલબત્ત મોદીની લોકપ્રિયતા ચાર વર્ષના ગાળામાં આજે પણ સૌથી વધારે રહેલી છે. પરંતુ તેમને લોકોના મનની વાત પર ધ્યાન આપવુ પડશે અને હવે જે સમય ગાળો રહ્યો છે તે સમસ ગાળામાં જારદાર રીતે માત્ર રોજગારી વધારી દેવા અને લોકો સુધી આમાં વિશ્વાસ જગાવવા માટે વાત કરવી પડશે. ચાર વર્ષ અગાઉ જે સ્થતી હતી તે હવે રહી નથી. મોદીની કેટલીક યોજનાની ચોક્કસ પણે પ્રશંસા થઇ રહી છે

પરંતુ દેશની સામે સૌથી મોટી જે સમસ્યા અને મુદ્દા છે તેના પર ધ્યાન સૌથી પહેલી પ્રાથમિકતા રહે તે જરૂરી છે. મુડ ઓફ ધ નેશન સર્વે મોદી સરકારની આંખ ખોલનાર છે. સાથે સાથે સાવધાન કરનાર પણ છે. વધારે આત્મવિશ્વાસની સ્થતીમાં નુકસાન પણ થઇ શકે છે. ભાજપની સામે બેરોજગારી, મોંઘવારી, જીએસટી અને નોટબંધી જેવા મુખ્ય વિષય પર જારદાર રીતે રજૂઆત કરવા જેવુ કશુ જ દેખાઇ રહ્યુ નથી. આજ કારણસર મોદી આ પ્રકારના મુદ્દાને રાહુલ ગાંધી જારદાર રીતે ચગાવી રહ્યા હોવા છતાં યોગ્ય જવાબો આપી રહ્યા નથી. જે વિપક્ષની તાકાતને વધારી શકે છે. લોકસભા ચૂંટણીમાં જા રાહુલ આ તમામ મામલાને યોગ્ય રીતે ઉઠાવશે અને અન્ય વિરોધ પક્ષો જા આવી જ રીતે ચગાવશે તો મોદીની સરકારને મુશ્કેલી પડશે. બચાવમાં અડચણો આવશે. જેના કારણે ચૂંટણીમાં નુકસાન થઇ શકે છે. તમામ બાબતોને ગંભીર રીતે ધ્યાનમાં રાખવી પડશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY