ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી ૩૫.૮૫ ફુટ નીચી

0
18

તંત્ર અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે

ચાલુ વર્ષે ઉકાઈ ડેમની સ્થિતિ તળીયા દેખાય તેવી થઈ રહી છે. ૧ જુલાઈ થી રૂલ લેવલ અમલમાં આવ્યા બાદ ડેમની સપાટી રૂલ લેવલથી ૩૫.૮૫ ફુટ નીચી છે. જુલાઈ મહીનામાં જો સારો વરસાદ ન થાય તો ડેમની સ્થિતિ વધુ કંગાળ થાય તેવી સંભાવના છે. આ પરિસ્થિતિમાં શહેરમાં જો ઉપરવાસમાં વરસાદ નહી વરસ્યોતો જળસંકટની તલવાર તોળાવાની શકયતાઓ સર્જાઇ છે.

ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતનો ઍકમાત્ર સ્ત્રોત છે. ઉકાઈ ડેમની સ્થિતિ ચાલુ વર્ષે ઘણી કંગાળ હોવાથી તંત્ર તથા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આજે ૧ જુલાઈથી ડેમનું રૂલ લેવલ શરૂ થઈ ગયુ છે. ડેમ જુલાઈ માસમાં રૂલ લેવલથી હજુ પણ ૩૫.૮૫ ફુટ નીચે હોવાથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. જો ડેમની સપાટી જુલાઈ માસમાં રૂલ લેવલ સુધી નહી પહોંચે તો આવાતા બે મહિના પછી શહેરને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે તેવી સ્થિતિનું સર્જન થશે. ચાલુ વર્ષે ૧ જુલાઈના રોજ ડેમની સપાટી ૨૮૫.૧૫ ફુટ નોંધાઈ છે. વર્ષ ૨૦૧૬ના રોડ ડેમની સપાટી ૧ જુલાઈઍ ૨૮૩.૬૪ ફુટ નોંધાઈ હતી. ઍટલેકે ૧ જુલાઈના રોજ ડેમની સૌથી નીચી સપાટી વર્ષ ૨૦૧૬માં નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ઉકાઈના ઉપરવાસમાં હજુ સુધી સારો વરસાદ થયો નથી. જેણે કારણે ડેમની સપાટીમાં હજુ વધારો નોંધાયો નથી. જેમમાં ૬૦૦ ક્યુસેક્સ પાણીની આવક શરૂ થઈ છે. તેની સામે ૬૦૦ ક્યુસેક્સ ડિસ્ચાર્જ ચાલુ છે. ડેમની સપાટી જુન મહિનો પૂર્ણ થયો ત્યા સુધી અડધો ફુટ પણ વધી નથી. ત્યારે રૂલ લેવલથી ૩૫ ફુટ નીચી સપાટી હોવાથી તંત્ર અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

 

ડેમનું રૂલ લેવલ

તારીખ                 સપાટી(ફુટ)

૧ થી ૩૧ જુલાઈ      ૩૨૧

૧ થી ૩૧ ઓગસ્ટ      ૩૩૩

૧ થી ૧૪ સપ્ટેમ્બર      ૩૩૫

૧૫ થી ૩૦ સપ્ટેમ્બર    ૩૪૦

૧ ઓક્ટોબર            ૩૪૫

રિપોર્ટ પ્રકૃતિ સુરક્ષા સમિતિ
+919427132246

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY