જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન નાગરિકોના મોતના મામલામાં થયેલા જારદાર વધારાના કારણે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. સાથે સાથે સુરક્ષા દળોની કાર્યવાહીમાં નાગરિકોના મોતમાં વધારે દેશ માટે ગંભીર ચિંતાનો વિષય પણ છે. સાથે સાથે તેના અંગે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવે તે પણ જરૂરી છે. હાલમાં જ જારી કરવામાં આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે.
રિપોર્ટ કહે છે કે વર્ષ ૨૦૧૬ની તુલનામાં વર્ષ ૨૦૧૭માં એટલે કે ગયા વર્ષે ત્યાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સીધી રીતે ૧૬૬.૬૬ ટકા સુધી વધી ગઇ છે. આ લોકો ત્રાસવાદીઓ ન હતા. આ તમામ લોકોની સુરક્ષાની જવાબદારી સંપૂર્ણ પણે ભારત સરકારની હતી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા એમ પણ કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૧૯૯૦થી લઇને વર્ષ ૨૦૦૭ સુધી ત્રાસવાદ અથવા તો તેનો સામનો કરવા માટે થયેલી હિંસામાં જારદાર વધારો થયો છે. આ ઘટનામાં ૧૩,૯૭૬ સામાન્ય નાગરિકોના મોત થયા હતા. સાથે સાથે ૫૧૨૩ સુરક્ષા જવાનો પણ શહીદ થયા હતા. વર્ષ ૨૦૧૭ને નાગરિકોની મોતના કારણે ખુબ દુખદ વર્ષ તરીકે કહી શકાય છે. એ વર્ષે જમ્મુ કાશ્મીરામાં ૩૪૨ હિંસક બનાવો બન્યા હતા. જેમાં ૮૦ સુરક્ષા જવાનો, ૪૦ નાગર્કો અને ૨૧૩ ત્રાસવાદીઓના મોત થયા હતા. આ પહેલા વર્ષ ૨૦૧૬માં આવી ૩૨૨ ઘટના બની હતી. જેમાં ૮૨ સુરક્ષા જવાનો માર્યા ગયા હતા. ૧૫ સામાન્ય લોકોના મોત થયા હતા. અને ૧૫૦ ત્રાસવાદીઓને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યા હતા. ભવિષ્યમાં આ પ્રકારની બાબત ફરી ન બને તે માટે સુરક્ષા દળો પાસે તૈયાર જવાબ છે. સુરક્ષા દળો કહે છે કે નાગરિકોને ક્યારેય અથડામણ વચ્ચે આવીને પ્રાણોને જાખમમાં મુકવા જાઇએ નહી. તેમનુ એમ કહેવુ એક રીતે યોગ્ય પણ છે. કારણ કે હથિયારો સાથે માનવતાની આશા કરી શકાય નહી. પરંતુ દેશની સુરક્ષા માટે તેનો ઉપયોગ કરનાર લોકો પાસેથી દેશના નાગરિકોનુ સુરક્ષા માટેની આશા તો ચોક્કસપણે રાખી શકાય છે.
ખાસ રીતે અને ધ્યાનથી જાવામાં આવે તો આ જવાબદારી સુરક્ષા દળો કરતા ખુબ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. રાજકીય પક્ષો, સરકારો અને કેન્દ્ર સરકાર ખીણના નાગરિકોને અલગતાવાદીઓથી દુર રહેવા માટે જે પ્રયાસ કરી રહી છે તેમાં પુરતી સફળતા મળી રહી નથી. ગયા વર્ષે જ્યારે કાશ્મીરમાં સ્થતી જ્યારે વધારે ખરાબ થઇ રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે એક સારી પહેલ કરીને નવેમ્બર ૨૦૧૭માં પોતાના એક શાંતિ મંત્રણાકારને પણ ત્યાં મોકલ્યા હતા. તેમને કાશ્મીરમાં હવે છ મહિના થઇ ગયા છે. પરંતુ ઉલ્લેખ કરવા લાયક તેમની પાસે હજુ સુધી કોઇ વાત આવી નથી. આની વિરુદ્ધમાં તેમને જમ્મુ કાશ્મીરમાં હાલમાં ચારેબાજુ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા મહિનામાં તેઓ કાશ્મીરના ત્રાસવાદી પ્રભાવિત વિસ્તારમાં ત્રાલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓ પહોંચે તે પહેલા જ તમામ બજારો અને વેપારી પેઢી બંધ થઇ ગઇ હતી. એટલે કે કાશ્મીરમાં નારાજગી એટલી હદ સુધી વધી ગઇ છે કે કોઇ મંત્રણાકારની પહેલ પણ પણ વાત આગળ વધી રહી નથી. ત્યાં અથડામણ દરમિયાન સામાન્ય નાગરિકોની મોત વધી રહી છે. નાગરિકોની મોતમાં વધારાના કારણે અલગતાવાદી મંત્રણાને લઇને નાખુશ છે. તેઓ આ તમામ આંકડાને રજૂ કરી રહ્યા છે. અલગતાવાદીઓ અને રૂઢીવાદી લોકો આ આંકડાનો ઉપયોગ ભારતની સામે વૈશ્વિક મંચ પર પણ કરવા માટે તૈયાર છે. આવી સ્થતીમાં જમ્મુ કાશ્મીર સરકાર અને રાજકીય નેતાઓની જવાબદારી ખુબ વધી જાય છે. સમગ્ર જમ્મુ કાશ્મીરમાં અથવા તો ખાસ કરીને ખીણમાં વિશ્વાસના માહોલને બનાવવા માટે તમામ લોકો સાથે વાતચીત કરવામાં આવે તે જરૂરી છે. ખીણમાં શાંતિ અને સદ્ભાવના વધારી દેવા માટે ત્યાંના સ્થાનિક લોકોને વાતચીતની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે સ્થાનિક લોકોને વાતચીતમાં સામેલ કર્યા વગર આગળ વધવાથી વિશ્વાસ ઘટશે અને માહોલ વધારો ખરાબ થઇ જશે.
કાશ્મીરમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમં નાગરિકોના મોત ઓછા થાય તેની ખાતરી કરવાના પ્રયાસ જરૂરી છે. વિરોધીઓ કેન્દ્રિય ગૃહ મંત્રાલયના આંકડાના આંધારે વધારે લઇ શકે છે. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક લોકો ગેરમાર્ગે દોરાયેલા છે. સ્થાનિક ત્રાસવાદીઓને બચાવી લેવાના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવે છે. ચોક્કસ બાતમીના આધારે જ્યારે કાર્યવાહી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકો સુરક્ષા દળો પર પથ્થરમારો કરીને સ્થતીને વધારે જટિલ બનાવી દે છે. સ્થાનિક લોકો દ્વારા ત્રાસવાદીઓને બચાલી લેવા માટે જાન જાખમમાં મુકીને જંગ ખેલનાર સુરક્ષા દળો સામે અડચણો ઉભી કરવામાં આવે છે તે શરમજનક બાબત છે. સ્થાનિકોમાં આત્મવિશ્વાસ જગાવવા અને તેમની ખોટી ભાવનાને દુર કરવાની જરૂર છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



