નવી દિલ્હી, તા. ૨૮
એનસીપીના નેતા પ્રફુલ પટેલે તારીક અનવર દ્વારા પાર્ટી છોડી દેવામાં આવ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રફુલ પટેલે કહ્યું હતું કે, એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુને આધાર બનાવીને આ પગલું લેવાની બાબત આશ્ચર્યજનક છે. રાફેલને લઇને તથ્યો બિલકુલ સ્પષ્ટ થઇ ચુક્યા છે. તારીક અનવર દ્વારા પાર્ટીમાંથી રાજીનામુ આપી દેવામાં આવ્યા બાદ એનસીપી નેતા પ્રફુલ પટેલે કહ્યું હતું કે, આ દિવસ અમારા માટે ખુબ જ દુખદ છે. અમારા સાથીએ લોકસભાની સાથે સાથે એનસીપીનો સાથ છોડી દીધો છે. આ ખુબ જ આશ્ચર્યજનક પણ છે. પ્રફુલ પટેલે કહ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે અને પાર્ટીને તેમના સાથની જરૂર હતી ત્યારે તેઓએ પાર્ટી સાથે છેડો ફાડી લીધો છે. એક મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં શરદ પવારે કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલી રાફેલ મુદ્દે માંગણી બિલકુલ આધાર વગરની છે. તેમાં કોઇ વાસ્તવિકતા દેખાતી નથી. રાફેલ સાથે જાડાયેલી ટેકનિકલ માહિતીઓને જાહેર કરવાની માંગ કરવી બિલકુલ યોગ્ય નથી. પવારના આ નિવેદનથી રાહુલને પણ મોટો ફટકો પડ્યો છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



