યુકેમાં ૧૩૧ કિમી/કલાકની ઝડપે હનાહ વાવાઝોડુ ત્રાટક્યુ,૧૦ હજાર મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો

0
6

લંડન,તા.૨૭
યુકેમાં ૧૩૧ કિમી/કલાકની ઝડપે હનાહ વાવાઝોડું ત્રાટક્્યું છે. જેના કારણે આર્યલેન્ડમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ છે, અંદાજિત ૧૦,૦૦૦ મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વેલ્સ સહિત સેન્ટ્રલ અને સાઉથ ઇંગ્લેન્ડમાં આજે ત્રણ વાગ્યા સુધી યલો વેધર વો‹નગ જાહેર કરવામાં આવી છે. નોર્થ આર્યલેન્ડમાં યલો રેઇન વો‹નગ જાહેર કરવામાં આવી છે અને પૂરના કારણે કેટલાંક મકાનો અને બિઝનેસહાઉસને ભારે નુકસાન થયું છે. ઇંગ્લેન્ડના બ્લેકપૂલના નોર્થ સમુદ્ર કિનારે શક્તિશાળી ૩૨ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા.
આજે શનિવારે વધુ ૧,૭૦૦ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજપુવરઠો ખોરવાયો છે અને વેલ્સમાં વાવાઝોડાંની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. શનિવારે સવારે ૧૦ વાગ્યા સુધી એબરડરોન, વેલ્સમાં ૯૯ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે લેક વીર્ની અને પેનનેલીમાં ૩ સે. તાપમાન હતું.
હનાહ વાવાઝોડું વેસ્ટ યોર્કશાયરથી ઇસ્ટ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નોર્થ આર્યલેન્ડમાં વાવાઝોડાંની અસર આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. નોર્થ આર્યલેન્ડ અને વેસ્ટર્ન વેલ્સમાં માત્ર ૬ કલાકમાં ૧ ઇંચ વરસાદ પડ્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY