મોઈન કુરેશી લાંચ મામલાની તપાસ માટે કેન્દ્ર સરકારે ૭ દેશોની મદદ માગી

0
7

ન્યુ દિલ્હી,તા.૨૬
કેટલાંક સરકારી અધિકારીઓના મીટના વેપારી મોઈન કુરેશી લાંચ મામલે સંડોવણી મામલે તપાસ કરવા કેન્દ્ર સરકારે સાત દેશોની મદદ માગી છે. આ અધિકારીઓ પર કરોડો રુપિયાની લાંચ લેવાનો અને પોતાના પસંદગીના દેશોમાં હવાલા દ્વારા રુપિયા જમા કરાવવાનો આરોપ છે.આ સંદર્ભમાં સિંગાપોર અને હોંગકોંગને પહેલેથી જ લેટર રોગેટરી (LR) જારી કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, કાયદાકીય પ્રક્રિયા માટે સહયોગ મેળવવા કોર્ટ જ્યારે કોઈ વિદેશી કોર્ટ પાસે ઔપચારિક રીતે અનુરોધ કરે છે તેને લેટર રોગેટરી (LR) કહેવામાં આવે છે.કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓને બ્રિટનને ન્ઇ ઈશ્યૂ કરવા કોર્ટનો સંપર્ક કરવા પરવાનગી આપી દીધી છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટે (ED) આ માહિતી એક સ્થાનિક કોર્ટને જણાવી હતી. આ ઉપરાંત દુબઈ, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાંસ અને અમેરિકાને પણ LR જારી કરવા તપાસ એજન્સીઓ જલદી જ કોર્ટને નિવેદન કરશે.ઉલ્લેખનીય છે કે, CBI અને ED બન્ને તપાસ એજન્સીઓએ ૧૭ થી ૨૭ ઓક્ટોબર સુધી વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેવા દુબઈ જવા અંગે મોઈન કુરેશીના નિવેદનનો આકરો વિરોધ કર્યો હતો. જાકે કોર્ટે કુરેશી વિરુદ્ધ કોઈ નવું પ્રમાણ નહીં મળવાને કારણે ૧૬ ઓક્ટોબરે તેને દુબઈ જવા પરવાનગી આપી હતી.
તપાસ એજન્સીઓનું કહેવું છે કે, હવાલા ઓપરેટર્સ લાંચની કેટલીક રકમ ફ્રાંસ, બ્રિટન અને દુબઈ જેવા દેશોમાં પણ ટ્રાન્સફર કરાવે છે. આ કેસમાં બે હવાલા ઓપરેટર્સના નામ પણ સામે આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY