વારાણસી કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો
વારાણસી,તા.૨૭
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વાંચલનાં પ્રભારી પ્રિયંકા ગાંધીનાં રાજકારણ પ્રવેશથી કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં નવો જ જામ અને જુસ્સો રેડાયો છે. કોંગ્રેસ કાર્યકરોની લાંબા સમયની માગ પુરી થઈ છે. આજે વારાણસી કોંગ્રેસનાં કાર્યકરોએ રાહુલ ગાંધીને પત્ર લખીને પ્રિયંકાને વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવાની વાત કરી છે. પ્રિયંકા ગાંધીને વારાણસી બેઠક પરથી ચૂંટણી લડાવવાની માગ કરતો એક પ્રસ્તાવ વારાણસી જિલ્લા કોંગ્રેસે પારિત કર્યો છે. જેની જાણ પક્ષનાં શીર્ષસ્થ નેતૃત્વને કરવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીની રાજનિતીમાં એન્ટ્રી થઈ ત્યારથી તેમનાં ચૂંટણી લડવા પર અનેક અટકળો ચાલી રહી છે. આ તમામ અટકળો વચ્ચે વારાણસી જિલ્લા કોંગ્રેસ સમિતીએ પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને વારાણસી સીટ પરથી લોકસભા ચુંટણી લડાવવાની માગ કરતો પત્ર લખ્યો છે. જે પત્ર રાહુલ ગાંધીને મોકલી અપાયો છે.
તાજેતરમાં જ વારાણસી શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતીની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પક્ષનાં તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો એ વાત પર સહમત થયા હતા કે વારાણસી થી પ્રિયંકા ગાંધીએ જ ચૂંટણી લડવી જોઈએ. ત્યારબાદ આ મામલે એક પ્રસ્તાવ પારિત કરીને તેની જાણ પક્ષ પ્રમુખને કરી દેવામાં આવી હતી.
જિલ્લા કોગ્રેસનાં આગેવાનોનું કહેવું છે કે જો પ્રધાનમંત્રી મોદી સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તો વડાપ્રધાન મોદીની ડિપોઝીટ પણ જપ્ત થશે. જા કે વારાણસી બેઠક પરથી મોદી વિરુદ્ધ પ્રિયંકાને ચૂંટણી લડાવવાની વાત કોઈ પહેલી વખત નથી. અગાઉ પણ અનેક વખત આ મુદ્દો જારશોરથી ચાલ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




