સંચાલકો સાવધાન..!! શાળામાં બાળકો વાહન લઈને જશે તો થશે દંડ

0
27

અમદાવાદ,તા.૨૬
ગુજરાત રોડ સેફિટ ઓથોરિટી એક્ટ ૨૦૧૮ અંતર્ગત અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરની શાળાના સંચાલકોને નોટિસ આપવાની કાર્યવાહી શરુ કરી છે. આ અંતર્ગત હવેથી અમદાવાદની શાળાઓમાં બાળકો વાહન લઈને જશે તો શાળાના સંચાલક પાસેથી રુપિયા ૫૦૦ થી ૨૫,૦૦૦ હજાર સુધીનો દંડ ટ્રાફિક પોલીસ દ્વારા વસુલવામાં આવશે. આ સંદર્ભે શહેરની મોટાભાગની તમામ શાળાઓમાં નોટિસ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
મહત્વનું છે કે શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ માટે આવતા સગીર વિદ્યાર્થી વાહન ચલાવી શકે નહીં તેવો નિયમ રોડ સેફિટ એકટમાં છે. આ નિયમનું ઉલ્લંઘન થશે તો સંચાલકની જવાબદારી રહેશે અને નિયમનો ભંગ કરવા બદલ અને પોલીસના હુકમનુ પાલન થાય નહીં ત્યાં સુધી પ્રતિ દિવસ રૂ.૫૦૦ દંડ કરાશે. વધુમાં વધુ રૂ.૨૫ હજારની મર્યાદામાં આ દંડ કરવામાં આવશે.
ત્યારે આ મામલે ટ્રાફિક વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી શહેરની તમામ શાળાઓની યાદી મંગાવીને તેના આધારે તમામને નોટિસ પાઠવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ફેબ્રુઆરીથી રોડ સેફિટ એકટની અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારબાદ આ પ્રથમ વખત વિદ્યાર્થીઓ નિયમનો ભંગ કરે તો સ્કૂલ સંચાલકોને દંડ ભોગવવાનો વારો આવશે. જા કે, નિયમ ભંગની નોટિસ પછી સ્કૂલ સંચાલક પોતાનો પક્ષ પણ પોલીસ સમક્ષ રજૂ કરી શકશે. આ પછી દંડ વસૂલ કરાશે.
રોડ સેફિટ ઓથોરિટી એક્ટ મુજબ સ્કૂલ સંચાલોકને દંડ કરવાની સત્તા પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓને આપી છે. આ અધિકારીઓ નોટિસ આપી શકશે. વિદ્યાર્થી સ્કૂલમાં વાહન લાવે છે કે નહીં તે અંગેની પણ ડ્રાઈવ નજીકના દિવસોમાં શરૂ કરાશે. અગાઉ સ્કૂલોને પા‹કગ માટે નોટિસ પાઠવાઈ હતી.
રોડ સેફિટ ઓથોરિટી એક્ટ ૨૦૧૮ની કલમ ૧૭ મુજબ પોલીસ કમિશનર અને રોડ સેફિટ કમિટીના અધ્યક્ષને આપવામાં આવેલી સત્તા મુજબ કોઈપણ વિદ્યાર્થી નિયમોનું ઉલ્લંઘન કરે તો સ્કૂલ સંચાલકની જવાબદારી બને છે. જેથી નિયમનો ભંગ કરવા બદલ અને રોડ સેફિટના નિયમનું પાલન ન થાય ત્યાં સુધી દંડ વસૂલ કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY