મોંઘવારીનો મારઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો નોંધાયો

0
11

મુંબઈ,તા.૨૮
પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરી એકવાર વધી છે. પેટ્રોલની કિંમતોમાં લિટર દીઠ ૧૪ પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલની કિંમતોમાં લિટર દીઠ ૧૫ પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૮.૦૫ રૂપિયા અને ડીઝલની કિંમત ૬૯.૬૧ રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલ અત્યાર સુધીના સૌથી મોંઘા સ્તર પર છે. ડીઝલની કિંમત વધવાને કારણે મોંઘવારી વધવાની શક્્યતા છે. કારણ કે માલસામાનની હેરફેરમાં વપરાતા વાહનોમાં ડીઝલનો ઉપયોગ થાય છે.
ભારતીય ઓઈલ નિગમ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ. નવી દિલ્હીમાં ડીઝલની કિંમત ૬૯.૯૧ રૂપિયા પ્રતિ લિટર થઈ રહ્યું છે. જ્યારે સોમવારે તેનો ભાવ ૬૯.૪૬ રૂપિયા પ્રતિ લિટર હતો. જ્યારે રવિવારે નવી દિલ્હીમાં ડીઝલની કિંમત ૬૯.૩૨ રૂપિયા પ્રતિ લિટર હતો.
કોલકત્તામાં આજે ડીઝલ ૭૨.૪૬ રૂપિયા પ્રતિ લિટર છે. કોલક્ત્તામાં સોમવારે ડીઝલ ૭૨.૩૧ રૂપિયા અને રવિવારે ૭૨.૧૬ રૂપિયા પ્રતિ લિટર હતો.
ચેન્નઈમાં આજે ડીઝલની કિંમત ૭૩.૫૪ રૂપિયા પ્રતિ લિટર થયો છે. જ્યારે ચેન્નઈમાં સોમવારે ૭૩.૩૮ રૂપિયા અને રવિવારે ૭૩.૨૩ રૂપિયા પ્રતિ લિટરના ભાવે ડીઝલ વેચાયું હતું.
મુંબઈમાં આજે ડીઝલની કિંમત ૭૩.૯૦ રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે મુંબઈમાં સોમવારે ૭૩.૭૬ રૂપિયા અને રવિવારે ૭૩.૫૯ રૂપિયા પ્રતિ લિટરે ડીઝલની કિંમત પહોંચી હતી. ૨૯ મેના રોજ મુંબઈમાં ડીઝલ ૭૩.૭૯ રૂપિયા પ્રતિ લિટરની સર્વોચ્ચ સપાટીથી પણ ઉપર ચાલ્યું ગયું છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૮.૦૫ રૂપિયા પ્રતિ લિટર જાવા મળી છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમત ૮૦.૯૮ રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે કોલકત્તામાં સોમવારે ૮૦.૮૪ રૂપિયા અને રવિવારે ૮૦.૮૦ રૂપિયા પ્રતિ લિટરની કિંમતે પેટ્રોલ વેચાયું હતું.
જ્યારે મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત ૮૫.૪૭ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે. સોમવારે મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૫.૩૩ રૂપિયા પ્રતિ લિટર હતી.
ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમત ૮૧.૦૯ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે. જ્યારે સોમવારે ચેન્નઈમાં ૮૦.૯૪ રૂપિયા અને રવિવારે ૮૧.૪૩ રૂપિયા પ્રતિ લિટરે પેટ્રોલ વેચાયું હતું.
દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલ પોતાના સર્વોચ્ચ સ્તરે ૨૯ મેના રોજ હતું. આ શહેરોમાં ૨૯ મેના રોજ અનુક્રમે ૭૮.૪૩ રૂપિયા, ૮૧.૦૬ રૂપિયા અને ૮૧.૪૩ રૂપિયા પ્રતિ લિટરે પેટ્રોલ વેચાયું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY