દેશભરમાં સર્જાઈ શકે છે વીજ સંકટઃ ૫૦,૦૦૦ મેગાવાટની અછત..?!!

0
7

ન્યુ દિલ્હી,તા.૨૮
દેશમાં વિજ ક્ષેત્રે જાડાયેલી ૩૪ કંપનીઓ પર ૧.૫ કરોડનું બેન્કોનું દેવુ છે. આમાંથી કેટલીક કંપનીઓ દેશમાં વીજ ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. જેમાં ઝીંદલ, જેપી પાવર વેન્ચર, પ્રયાગરાજ પાવર, જાબુઆ પાવર, કેએસકે મહાનંદી, કોસ્ટલ એર્નજન સહિત ૩૪ વિજ કંપનીઓનો સમાવેશ થાય છે. જા આ કંપનીનું ઉત્પાદન બંધ થઈ જાય તો દેશમાં વિજળીનું સંકટ છવાશે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં સંસદની સબકમિટીએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતુ કે દેશમાં ૩૪ હજાર મેગાવાટ વિજળી ઉત્પાદન પર સંકટ આવશે.આ કંપનીઓ પાસેથી યા તો કોઈ વિજળી ખરીદતું નથી અથવાતો વીજ ઉત્પાદન કરવા માટે જે કોલસાની જરૂર છે તે મળતો નથી. કેટલાક વિશેષરજ્ઞોનું માનવુ છે કે દેશમાં ૫૦ હજાર મેગાવાટ વિજળીની અછત સર્જાશે.
ઉર્જા મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર, ઉત્તરપ્રદેશમાં નાણાં વર્ષ ૨૦૧૭માં ૧૭,૧૮૩ મેગાવાટ વિજળીની માગ હતી ત્યારે ૧૫,૫૦૧ મેગાવાટ વિજળી સપ્લાઈ થઈ હતી. જા ૫૦ હજાર મેગાવાટ વિજળીની અછત થાય તો ઉત્તરપ્રદેશમાં ૩ રાજ્યોમાં અંધકાર છવાશે.
દેશમાં કુલ ઉત્પાદિત વિજળી- રાજ્યમાં ૮૪૬૨૭ મેગાવાટ ૨૪.૬ %, કેન્દ્રમાં ૧,૦૩,૭૬૧ મેગાવાટ, ૩૦.૨%, ખાનગી કંપનીઓમાં ૧,૫૫,૫૧૧ મેગાવાટ, ૪૫.૨% છે. ૨૦૧૭-૧૮માં દેશમાં કુલ ૧૨,૧૨,૧૩૪ મેગાવાટ વીજ પુરવઠાની જરૂર હતી સપ્લાય થયેલી ૧૨,૦૩,૫૬૭ મેગાવાટ એટલે કે ૮૫૬૭ મેગાવાટ વિજળીની અછત સર્જાઈ હતી. ૨૦૧૮-૧૯ જૂન સુધીમાં ૩,૨૫,૪૨૮ મેગાવાટ વિજળીની જરૂર હતી સપ્લાય થયેલી ૩,૨૩,૪૧૮ મેગાવાટ એટલે કે લગભગ ૨૦૦૦ યૂનિટ વિજળીની અછત વર્તાઈ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY