રાજપીપળા : સરદાર સાહેબનો એકતા-અખંડિતતાનો સંદેશ ગામેગામ પ્રસરાવતી એકતા યાત્રાનો તા.૧૫ મી નવેમ્બર ને ગુરૂવારના રોજથી થનારા રાજ્યવ્યાપી પ્રારંભના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આ દિવસે તા.૧૫ મી ના રોજ સવારે ૯-૩૦ કલાકે સરદાર ટાઉન હોલ ખાતેથી આ એકતા યાત્રાના બીજા તબક્કાનો રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવા સહિત શહેર-જિલ્લાના અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, તા.૧૫ મીથી પ્રારંભાનારી બીજા તબક્કાની આ એકતા યાત્રા તા.૨૦ મી નવેમ્બર સુધી રાજપીપળા શહેરી વિસ્તાર સહિત અંદાજે ૫૦ જેટલા ગામોમાં પરિભ્રમણ કરશે. આ એકતા યાત્રાનાં નિર્ધારીત કરાયેલા એક રૂટ ઉપર નિર્ધારીત ગામોમાં LED સાથેનો પ્રથમ રથ જે તે ગામમાં પ્રવેશ કરશે અને ગામ લોકોને એકત્ર કરાશે. તેની સાથોસાથ અડધા કલાક બાદ સરદાર સાહેબની પ્રતિમાવાળો બીજો રથ જે તે જ ગામમાં પહોંચશે. પ્રથમ ત્રણ દિવસ આ એકતા યાત્રા નાંદોદ તાલુકાના ગામોમાં ફરશે. ચોંથા અને પાંચમાં દિવસે દેડીયાપાડા તાલુકાના ગામોમાં અને છઠ્ઠા દિવસે સાગબારા તાલુકાના ગામોમાં આ એકતા યાત્રા રથ પરિભ્રમણ કરશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





