મુસ્લિમ મહિલાઓને ત્રણ વાર તલાક બોલીને અપાતા ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવતો ખરડો રાજ્યસભામાં રજૂ થઈ ગયો ને ધારણા પ્રમાણે જ અટવાઈ પણ ગયો. નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં વિપક્ષોના વોકઆઉટ વચ્ચે આ ખરડો પસાર કર્યો એ વખતે જ આ અંદેશો હતો. સૌને ખબર હતી જ કે, લોકસભામાં બહુમતીના જારે ટ્રિપલ તલાકનો ખરડો પસાર કરાવીને ભાજપ ભલે હરખાતો હોય પણ વિપક્ષોનો વારો આવવાનો જ છે ને રાજ્યસભામાં વિપક્ષો ભાજપને નહીં ફાવવા દે. વારા પછી વારો, તારા પછી મારો. રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી નથી એટલે ભાજપ ગમે તેટલી કૂદાકૂદ કરે પણ આ ખરડો પસાર થવાનો નથી. સોમવારે એવું જ થયું ને વિપક્ષોએ ધમાધમી કરીને રાજ્યસભા જ ના ચાલવા દીધી તેમાં આ ખરડો પાછો અટવાઈ જશે એ નક્કી જ છે.
હવે મંગળવારે ખ્રિસ્તીઓના નવા વર્ષ નિમિત્તે સંસદમાં રજા હતી એટલે હવે વાત બુધવાર પર ગઈ. જાકે અત્યારે જે માહોલ છે એ જાતાં બુધવારે પણ આ જ થવાનું છે એ જાતાં આ ખરડો લોકસભામાં જે સ્વરૂપમાં પસાર થયો છે એ સ્વરૂપમાં પસાર થાય તેનું નાહી જ નાંખવાનું છે. વિપક્ષોને જે વાંધો છે એ ટ્રિપલ તલાક આપવાને ફોજદારી ગુનો ગણીને ટ્રિપલ તલાક આપનારને ત્રણ વર્ષની સજા કરવાની જાગવાઈ છે તેની સામે છે. આ જાગવાઈ કાઢો ને આ ખરડામાં બીજા નાના-મોટા સુધારા કરવા તેને સિલેક્ટ કમિટીને મોકલો એવું પૂંછડું ઝાલીને વિપક્ષો બેસી ગયા છે. સામે ભાજપ પણ ટ્રિપલ તલાકને ફોજદારી કાયદો બનાવીને ત્રણ વર્ષની સજાની જાગવાઈ નહીં કાઢવા અડી ગયો છે તેમાં વાત મમત પર આવી ગઈ છે.
ભાજપ અને કોંગ્રેસ સહિતના વિપક્ષો બંનેએ આ ખરડાને આબરૂનો સવાલ બનાવી દીધો છે ને બંનેમાંથી કોઈ ડગલુંય પાછું ભરવા રાજી નથી. બંને ડગલું ભર્યું કે પાછું ના હટવું એવું વલણ લઈને બેસી ગયાં છે. આ વલણની પાછળ બંનેની રાજકીય ગણતરીઓ છે. ભાજપની નજર મુસ્લિમ મહિલાઓની મતબૅંક પર છે ને આ મતબૅંકને વાસ્તે ભાજપ પીછેહઠ કરવા તૈયાર નથી. બીજી બાજુ કોંગ્રેસ સહિતના વિપક્ષો મુસ્લિમ પુરૂષોની મતબૅંક પર મીટ માંડીને બેઠા છે. મુસ્લિમ પુરૂષો ખરેખર શું માનતા હશે એ આપણને ખબર નથી પણ કોંગ્રેસ સહિતના વિપક્ષો એવું માનીને બેઠા છે કે, મુસ્લિમ પુરૂષોને ટ્રિપલ તલાક માટે ત્રણ વર્ષની સજા થાય તેની સામે વાંધો છે એટલે આપણે તેનો વિરોધ કરીશું તો એ લોકો આપણી પડખે રહેશે. આ માન્યતા પાછળનું લોજિક પણ સમજવા જેવું છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વરસો લગી મુસ્લિમોના પર્સનલ લોમાં ચંચૂપાત ના કર્યો ને તેના નામે ચાલતાં ધૂપ્પલ પણ ચાલવા દીધાં. મુસ્લિમોની ધાર્મિક માન્યતાના નામે તેમણે મુસ્લિમ મહિલાઓને અન્યાય પણ થવા દીધો. તેના કારણે ઘણા મુસ્લિમો એવું જ માની બેઠા કે, આપણી અંગત બાબતોમાં કડછો મારવાનો સરકારને કોઈ અધિકાર જ નથી. આપણે સાચું કરીએ કે ખોટું કરીએ, સરકારને કશું કહેવાનો કે કરવાનો હક જ નથી. કોંગ્રેસ સહિતના વિપક્ષો એવું માને છે કે, મુસ્લિમોની આ જ માનસિકતા છે ને એ કદી બદલાવાની નથી.
કમનસીબે આ માન્યતા સાચી લાગે એવી ઘટનાઓ પણ બને છે. ભાજપ એક સમયે જેમની પાલખી ઊંચકીને ફરતો હતો એ મહેબૂબા મુફતીએ ટ્રિપલ તલાક મામલે લીધેલું વલણ તેનો તાજા નમૂનો છે. મહેબૂબા ભાજપ સાથે હતાં ત્યાં લગી તેમને આ ખરડા સામે વાંધો નહોતો. હવે અચાનક જ તેમને ભાજપના બધા વાંક દેખાવા લાગ્યા છે ને ટ્રિપલ તલાક અંગેનો કાયદો પણ મુસ્લિમ વિરોધી લાગવા માંડ્યો છે. મહેબૂબા મુફતીએ એવું કહ્યુ છે કે, આ કાયદો બનાવીને ભાજપ અમારાં ઘરોમાં ઘૂસવા મથે છે ને અમારી ઘરની વાતોમાં માથું મારે છે. મુસ્લિમ મહિલાઓને રાહત આપવાના બદલે તેમની હાલત વધારે બગાડવા માંગે છે. મહેબૂબા પોતે પોતાના પતિથી અલગ રહે છે ને તેના મૂળમાં તેમની રાજકીય મહત્વાકાંક્ષા છે પણ પોતે જાણે અન્યાયનો ભોગ બન્યાં હોય એવું ચિત્ર ઊભું કરવાની તેમણે કોશિશ કરી છે.
મહેબૂબાના કહેવા પ્રમાણે મુસ્લિમ મહિલાને તલાક મળ્યા પછી સૌથી વધારે જરૂર આર્થિક સદ્ધરતાની હોય છે પણ આ કાયદાના કારણે પુરૂષો જેલમાં જતા રહે તો પછી નિરાધાર મુસ્લિમ મહિલાઓ કઈ રીતે જીવી શકશે ? કોર્ટ ભરણપોષણ નક્કી કરે તો પણ પતિ જ જેલમાં હશે તો પછી તેમને ભરણપોષણ કોણ આપશે?
મહેબૂબાની દલીલ લુચ્ચાઈની ચરમસીમા જેવી છે. તેમણે મુસ્લિમ પુરૂષોને સલાહ આપવી જાઈએ કે એ લોકો ટ્રિપલ તલાકનું તૂત બંધ કરે. કોઈ મુસ્લિમ પુરૂષ ટ્રિપલ તલાક ના આપે તો પછી કોઈ મોકાણ જ કિયા છે ? ટ્રિપલ તલાક આપો જ નહીં તો જેલમાં જવાનો સવાલ જ નથી આવતોને? ને જેલમાં જાઓ જ નહીં તો પછી આર્થિક તકલીફો પડશે કે બીજી એવી કોઈ ચિંતા કરવાની જરૂર જ કિયા છે? મહેબૂબા શિક્ષિત નેતા છે ત્યારે તેમણે આવી વાત કરવાની હોય. તેના બદલે એ બકવાસ કરવા બેસી ગયાં છે. આ બકવાસની પાછળ રાજકીય ગણતરી છે ને મગજમારી તેની જ છે.
મુસ્લિમોએ બીજી પણ એક વાત સમજવા જેવી છે. આ કાયદાથી માત્ર ટ્રિપલ તલાક આપવા પર પ્રતિબંધ આવે છે ને ટ્રિપલ તલાક આપ્યા હોય તો ગુનો લાગુ પડશે. બીજી કોઈ રીતે તલાક આપવાની તો છૂટ છે જ. આ દેશના બીજા પુરૂષોની જેમ મુસ્લિમ પુરૂષોને પણ પત્ની સાથે ના ફાવે તો અલગ થવાની છૂટ છે જ પણ એ માટે ટ્રિપલ તલાક જ આપવા એવું તો છે નહીં. મુસ્લિમ ધર્મમાં તલાક આપવાની બીજી રીતો છે જ ને તેમાંથી કોઈ પણ રીતે તલાક આપ જ શકાય. તેના બદલે એ લોકોની પિન ટ્રિપલ તલાક પર કેમ ચોંટી છે એ ખબર પડતી નથી.
જાકે કારણો ગમે તે હોય પણ આ સ્થિતિ એકદમ કમનસીબ છે ને તેના કારણે દેશની કરોડો મુસ્લિમ મહિલાઓને ન્યાય મળવાની આશા ધૂંધળી થતી જાય છે. આ રીતે છેલ્લા દોઢ વર્ષથી ચાલ્યા કરે છે ને તેમાં ખરડો પસાર થતો નથી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના આૅગસ્ટમાં ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવતો કાયદો બનાવવાનું ફરમાન કરેલું ને હજુ દોઢ વર્ષ પછીય તેનાં ઠેકાણાં પડ્યાં નથી. આપણા રાજકીય પક્ષો આ કરોડો મુસ્લિમ મહિલાઓની ચિંતા કરતા નથી ને પોતાના રાજકીય સ્વાર્થમાં અટવાયેલા છે એ જાતાં ઠેકાણાં પડે એવું લાગતું પણ નથી.
આ સ્થિતિનો એક જ ઉપાય છે અને તે ભાજપ પોતાની મમત મૂકે એ છે. ભાજપ સાવ સાચો છે છતાં તેણે નમવું જ પડે. કોંગ્રેસ સહિતના વિપક્ષો ઝાલેલું પૂંછડું મૂકવાના નથી એ નક્કી છે કેમ કે તેમની વફાદાર મતબૅંકનો સવાલ છે. કમનસીબી એ છે કે, બીજા રાજકીય પક્ષો પણ તેમની પંગતમાં બેસતા જાય છે. ગયા વર્ષે લોકસભામાં આ ખરડો પસાર થયો એ વખતે એઆઈએડીએમકે અને બીજેડી ભાજપ સાથે હતાં. આ વખતે એ બંને કોંગ્રેસ સાથે છે કેમ કે લોકસભાની ચૂંટણી નજીક છે ને મુસ્લિમ મતદારોને નારાજ કરવાની તેમની તૈયારી નથી. આ સંજાગોમાં ભાજપે જ નમતું જાખવું પડે એવું છે ને ભાજપના હૈયે મુસ્લિમ મહિલાઓનું હિત હોય તો તેણે થોડુંક નમીને પણ આ ખરડાને કાયદો બનાવડાવવો જાઈએ.
ભાજપે એ માટે ત્રણ વર્ષની સજાની જાગવાઈ છે એ પડતી મૂકવી પડે. ભાજપ માટે એ પીછેહઠ કહેવાય પણ દસ કરોડ મુસ્લિમ મહિલાઓનાં હિતોની વાત આવે ત્યારે એ બધું ગણતરીમાં ના લેવાય. ભાજપ ઈચ્છે તો વચ્ચેનો રસ્તો પણ કાઢી શકે ને સજાની જાગવાઈ હળવી કરી શકે. પહેલી વાર આ પ્રકારની હરકત કરનારને ચેતવણી આપીને જવા દેવાય ને પછી સજા કરાય એવી જાગવાઈ કરી શકાય. ટ્રિપલ તલાક માટે દંડ થાય એવી જાગવાઈ પણ કરી શકાય. કાઢવા હોય તો ઘણા રસ્તા કાઢી શકાય પણ તેના માટે ભાજપે નમવું પડે. કમસે કમ તેના કારણે ટ્રિપલ તલાક ગેરકાયદે ગણાતો કાયદો તો અમલી બનશે. બાકી અત્યારે તો રીતસરનો ગૂંચવાડો જ છે. કાયદો છે નહીં તેના કારણે ટ્રિપલ તલાક અપાય જ છે એ વાત સરકારે પણ કબૂલી છે. વટહુકમના કારણે પોલીસ પગલાં લઈ શકે પણ એ વટહુકમની અવધિ પૂરી થાય એટલે ઠેરના ઠેર. આ સ્થિતિ બદલવી જરૂરી છે ને ગમે તે રીતે કાયદો બનાવવો જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



