મુરબ્બી વડીલ સન્માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રજા ના કેટલાક સવાલો.

0
117

1. તમારા આવ્યા પછી રસોડાની કોઈ એક એવી વસ્તુનું નામ જણાવો જે સસ્તી થઈ હોય?

2. તમારા આવ્યા પછી રસોડાની કોઈ એક એવી વસ્તુનું નામ જણાવો જેનો ભાવ વધ્યો ના હોય?

3. શિક્ષણના નવા નિયમ પછી ગુજરાતની એકમાત્ર એવી શાળાનું નામ જણાવો જેની ફી ઘટી હોય?

4. તમને ઈ.વી.એમ. વિના ચુંટણી યોજવામા વાંધો શુ છે? ગોળ ગોળ નહિ સાચો જવાબ આપવો.

5. વિધાનસભાની ચુંટણી વખતે તમે ઉમેદવારીપત્રમાં લગ્નની ખોટી માહિતી ભરી હતી એ વાત સાચી?

6. રોડ શો માં પાર્ટીના ઝંડા લગાવવા માટે દાદાગીરીથી સરકારી મશીનરીનો ઉપયોગ કરાય છે. શુ આ ગુંડાગીરી તમે સ્વીકારો છો?

7. જે દેશોમાં જી.એસ.ટી. છે ત્યા 3 ટકા થી લઈ વધુમાં વધુ 15 ટકા છે. તો આપણે 28 કેમ?

8. પેટ્રોલ ડીઝલને જી.એસ.ટી. માંથી બાકાત રાખવાનું સાચુ કારણ જણાવો, સાવ સાચુ કારણ હો..! ગોળ ગોળ નહી.

9. જી.એસ.ટી. પછી કઈ કઈ વસ્તુ સસ્તી થશે? વસ્તુનું નામ, કંપનીનું નામ, તેની જુની કિંમત અને તેની નવી કિંમત એમ ડીટેઈલમાં જણાવશો. માત્ર વસ્તુના નામ ન બોલતા.

10. તમે ચા વેચતા એ વાતની કોઈ એક સાબીતી આપવા વિનંતી. સાક્ષી નહી સાબીતી આપવી. સાક્ષી તો તમને જોઈએ તેટલા મળી જશે.

11. તમે ચા વેચતા એ વાત તમે છેક લોકસભાની ચુંટણીમાં ઉભા રહ્યા ત્યારે જ કેમ કરી? શા માટે તમે જ્યારે મુખ્યમંત્રી હતા એ દસ વરસોમાં એકપણ વાર ન કરી? અચાનક જ યાદ આવ્યુ હતુ કે કેમ?

12. તમારા કેહવા મુજબ તમારી લોકચાહના ખુબ છે, તો પછી તમારા રોડ શો માટે 1500 એસ.ટી. બસો કેમ રોકવામાં આવી? લોકો આપોઆપ જ ના આવી જાત?

13. જે રુટની બસો બંધ રખાઈ છે, તે રુટમા મુસાફરી કરતા સામાન્ય નાગરિકોએ શુ કરવાનું? કોઈનું રુટીન ખોરવી નાખવાનો તમારી પાસે હક્ક છે ખરો?

14. મારી પાસે ફોર વ્હિલર છે, અને મારે રાજકોટ થી ગાંધીનગર ધંધાના કામે એકલા જવુ હોય, તો મને કારનું પેટ્રોલ પોસાતુ હોવા છતા બસમાં જ જઉ છુ, કારણ કે એક માટે ખોટા પૈસા વેડફવાનો મતલબ નથી, તો તમારા અધિકારીઓ અને પદાધિકારીઓ શા માટે ગાંધીનગર જાય ત્યારે બસમાં નથી જતા. અમે પૈસા બચાવીએ અને તે અમારા જ પૈસા આમ વેડફે છે.

15. શાળાના શિક્ષકો, આંગણવાડીની બહેનો, કોન્ટ્રાકટરો બધાને તમારા કાર્યક્રમમાં ફરજીયાત હાજર રખાય છે, તમારી લોકચાહના છે તો પછી એ લોકોને ફરજીયાત કેમ જોતરવામાં આવે છે. લોકો આપોઆપ નહી આવી જાય?

16. દેશ માને છે કે જ્ઞાતિ આધારિત નહી પણ આવક આધારિત અનામત હોવી જોઈએ. તો તમને એનો અમલ કરતા કોણ રોકે છે? મતબેંક કે બીજુ કંઈ?

17. આપ કી અદાલતમાં તમે આવ્યા ત્યારે તમે પાકિસ્તાન માટે કહ્યુ હતુ કે હુ વડાપ્રધાન હોત તો ગમે તેવો નિર્ણય લેવામા ઢીલ ના કરત, તો હવે શુ કર્યુ તે જણાવશો?

18. સર્જીકલ સ્ટ્રાઈકની જાહેરાત તથા પ્રચાર તમે વોટબેન્ક માટે માત્ર કર્યો તે શું યોગ્ય છે? હા કે ના??

19. તમે નર્મદાનું પાણી આપ્યુ, પરંતુ તે પાણી લોકોના ટાંકા સુધી પહોચે છે કે કેમ તે જોવાની તસ્દી લીધી છે?

20. હુ સૌરાષ્ટ્રમાં જમીન લઉ, પછી પાંચ વરસ માટે વિદેશ જતો રહુ, તો પાછો આવુ ત્યારે એ જમીન પર કબજો નહી જ થયો હોય તેની લેખિત ખાત્રી આપી શકશો? જમીન ક્યાં છે એ હુ નહી જણાવુ, તમારે બસ ખાત્રી આપવાની.

21. તમે કહો છો 60 વરસથી દેશ લુંટાયો છે, તો 60 વરસથી લુંટાઈ રહેલા પ્રજાજનો પર હવે પાંચેક વરસ ટેક્ષ ઓછો કરવો જોઈએ કે વધારવો જોઈએ?

22. મારે પાસપોર્ટ કઢાવવો છે, અને પોલીસ વેરીફિકેશન માટે હું જ્યારે પોલીસ સ્ટેશનમાં જઈશ ત્યારે મારે 500 રૂપિયા ચા પાણીના નહી આપવા પડે તેવી તમે લેખિત ખાત્રી આપી શકશો? શહેર અને ચોકીનું નામ હું નહી કહુ, તમારે બસ ખાત્રી આપી દેવાની.

23. બંધારણ મુજબ મફત શિક્ષણ આપવું સરકારની ફરજ છે, તમારી સરકારી સ્કુલોના શિક્ષણનું સ્તર સારુ છે એવું તમે માનો છો? જો હા, તો શા માટે આર.ટી.ઈ. હેઠળ બાળકોને ‘પ્રાઈવેટ’ માં મુકો છો?

24. અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યો, આ બધામાંથી કોઈ એક નામ જણાવો જેના બાળકો સરકારી શાળામાં ભણતા હોય?

25. મારા બાળકને મારે પ્રાઈવેટ શાળામાં મુકવુ છે, તેનું ઈન્ટરવ્યુ શાળા દ્વારા લેવામાં નહિ આવે તેની લેખિત ખાત્રી તમે આપી શકશો? શાળાનું નામ નહિ જણાવુ, તમારે બસ ખાત્રી આપી દેવાની.

26. હુ સામાન્ય નાગરિક છુ, આવનારા એક વરસમાં મારુ જીવનધોરણ ઉચુ આવશે એવું તમે લેખિતમાં આપી શકશો? હુ મારી અત્યારની આવક અને ખર્ચ લેખિતમાં આપવા તૈયાર છુ.

27. બેંકો જે આડેધડ ચાર્જ લગાવે છે તે નિયમ વિરુદ્ધ છે, તો તે કઈ તારીખથી બંધ થશે તે તારીખ લેખિતમાં આપી શકશો?

28. મારા બાળકોની શાળામા મારે ડોનેશન નથી આપવુ, તો મારા બાળકને શાળામાંથી કાઢી નહી નખાય તેની લેખીત ખાત્રી આપી શકશો? શાળાનું નામ નહી જણાવુ, તો પણ તમે ખાત્ર આપી શકશો?

29. ધારો કે કોઈ વ્યક્તિ ન્યુક્લિયર ફેમિલિમાં રહેતો હોય અને તે ધંધાના કામે બહારગામ હોય, રાત્રે બે વાગ્યે તે વ્યક્તિ ની પત્નીને કોઈ દવાની જરૂર પડે, તો એકલી સ્કુટર લઈ અને 24 કલાક ચાલતા મેડીકલ સ્ટોરમાં જવા માંગે તો તમે લેખીત ખાત્રી આપી શકશો કે તેને કંઈ જ નહી થાય અને સલામત પાછી આવી જ જશે?

લી. સંજય ગઢીયા ઠક્કર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY