ત્રણ આરોપી મધ્યપ્રદેશ ભાગી ગયેલા
મોરબીના પીપળી ગામે યુવાનના હત્યા કેસમાં એલસીબી ટીમે મહિલા સહીત પાંચ આરોપીને ઝડપી લીધા છે અને યુવાનની હત્યા આડાસંબંધ મામલે થયાનો ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે અને આડાસંબંધમાં યુવાનને માથામાં હથોડાના ઘા ઝીંકી પતાવી દેવાયો હતો
મોરબીના પીપળી ગામે ગણપતકુમાર બળવંતભાઈ ચૌહાણ નામના યુવાનના હત્યા મામલે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે બનાવ મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી જીલ્લા એસપી ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે તપાસ ચલાવી હતી અને હત્યાના સ્થળ નજીક કડિયાકામ કરતો ગોરધન નામનો શખ્શ બનાવ સમયથી ગુમ હોય જેથી શંકાને આધારે પોલીસે તેની શોધખોળ આદરી હતી અને આરોપી પોતાના વતનમાં નાસી ગયો હોય જેથી મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવીને આરોપી ગોરધન શેનીયા ભુરીયા, દિલીપ તીતરીયા દામોઅર અને સુમીલા ગોરધન ભુરીયા એમ ત્રણ આરોપીને મધ્યપ્રદેશથી તેમજ મુકેશ તીતરીયા ડામોર અને ધુમજી ધનસિંગ વાસકલીયા રહે બંને એમપી વાળાને પડધરી તાલુકાના ખામટા ગામથી ઝડપી લઈને પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે
હત્યા કેસમાં પ્રોબેશન ડીવાયએસપી મુકેશ ચૌધરી, એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ આર ટી વ્યાસ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, હીરાભાઈ ચાવડા, ચંદુભાઈ કાણોતરા, સંજયભાઈ મૈયડ, ચંદ્રકાંતભાઈ વામજા, સંજય પટેલ, રજનીભાઈ કૈલા, નીરવભાઈ મકવાણા, આસિફ ચાણક્યા, ભગીરથસિંહ ઝાલા, રણવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, નંદલાલભાઈ વરમોરા, અશોકસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફે કામગીરી કરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



