ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જીલ્લા મા મિલકત સંબંધી તેમજ વાહનચોરી ના ગુનાઓ અટકાવવા સારૂ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ટીમના માણસો અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા દરમ્યાન એલ.સી.બી ના પો.કો.સરફરાજને બાતમીદાર મારફતે મળેલ ચોક્કસ બાતમી આધારે અંક્લેશ્વર વાલીયા ચોકડી પાસે વોચ મા રહી પ્રકાશભાઇ ઉર્ફે પકો 5/૦ અરવિંદભાઇ ઠાકોરભાઇ વસાવા ઉ.વ.-ર૩ રહે-હાલ-જળકુંડ સરફુદ્દીન,બોરભાઠા તા-અંક્લેશવર જી-ભરૂચ મુળ રહે-કઠોદરા પારડી,નવી નગરી તા-હાંસોટ જી-ભરૂચ નાને એક મેસ્ટરો સાથે રોકી લઇ તેના કબ્જા માંની મેસ્ટ્રો બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક હકીકત જણાવેલ નહી જેથી તેની પાસેથી મળી આવેલ મેસ્ટટ્રો કબ્જે કરી અટકાયત મા લઇ તપાસ કરતા તેની પાસેથી કબ્જે કરવામા આવેલ મેસ્ટ્રો અંક્લેશ્વર શહેર ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાયેલ બાદ પકડાયેલ ઇસમની યુક્તિ પ્રયુક્તિ પુર્વક વધુ પુછપરછ કરતા અંક્લેશ્વર વિસ્તાર તથા અંક્લેશ્વર 60૮ વિસ્તાર તથા વાલીયા તેમજ હાંસોટ વિસ્તાર માથી અલગ-અલગ જગ્યાઓએથી મો.સા. ચોરી કરેલાની કબુલાત કરેલ જે આધારે ફુલ-૦૫ વાહનો કબ્જે કરવામા આવેલ છે અને કુલ-૦૫ વણશોધાયેલા ગુન્હા શોધી કાઢવામા આવેલ છે.તેમજ આરોપીએ આ સિવાય જે જગ્યાએ અન્ય ચોરી કરેલાની કબુલાત કરેલ છે તેની તપાસ ચાલુ છે .
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






