છ વેપારીએ ફરિયાદ નોંધાવી
સુરત, તા. ૨૦
રૂ. ૧૪.૦૮ લાખની કિંમતની સાડી ખરીદી છ વેપારી સાથે ઠગાઈ કરનાર બે વેપારીએ ઉઠમણું હતું. આ અંગે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદી દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા પામી છે.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલ વેસ્ટર્ન ઓમ ચિંતામણી રેસીડેન્સીમાં રહેતા સાડી વેપારી ડુંગરમલ વંશરાજ જૈન તથા અન્ય પાંચ વેપારીઅો પાસેથી આરોપી જીતેન્દ્રસિંગ ઉર્ફે જાઈતારામ પીશારામ રાજપુરોહિત (રેશમવાળા માર્કેટ રીંગરોડ) ગોપાલસિંહ પુરોહિત રૂપિયા ૧૪,૦૮,૮૪૩ની કિંમતની સાડીનો જથ્થો ખરીદી કર્યા બાદ સમયમર્યાદામાં પેમેન્ટ કરવાને બદલે દુકાન બંધ કરી નાસી ગયા હતા. સલાબતપુરા પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ દર્જ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



