ભારતને એડલ્ટ સીન જોવાની જરૂર છે : રાધિકા આપ્ટે

0
10

મુંબઈ,તા.૭
રાધિકા આપ્ટે ફિલ્મ પાર્ચ્ડમાં હીરો આદિલ હુસેન સાથે બોલ્ડ સીન આપીને ખુબ ચર્ચામાં રહી હતી. આ સિવાય તે લગ્નને લઈને પણ માર્કેટમાં છવાઈ હતી. રાધિકાએ વાહ લાઈફ હો તો એલી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ૨૦૦૫માં આવી હતી અને એમાં તેણે શાહિદ કપૂરની બહેનનો રોલ કર્યો હતો.
રાધિકા આપ્ટેએ પાર્ચ્ડ ફિલ્મમા આપેલા બોલ્ડ સીન વિશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને લાગે છે કે દરેક માણસ એક બીજાના શરીરને જોવા માટે તૈયાર છે અને ભારતને આવા દ્રશ્યો જોવાની જરૂર પણ છે. આપણે કામસુત્ર જેવી ફિલ્મો બનાવી છે.
રાધિકાએ આગળ વાત કરી કે, આપણે આવા વિચારોથી આગળ જવું જોઈએ. જ્યારે બધા તૈયાર છે તો અમે બતાવીએ છીએ. મે ભારતથી લઈને વિદેશ સુધી લોકોને બોલ્ડ સીન કરતા જોયા છે. મને એ નથી સમજાતું કે મારા શરીરથી મને શરમ કેમ આવવી જોઈએ. જો રાધિકાની પર્સનલ વાત કરીએ તો તેણે ૨૦૧૨માં વિદેશી મ્યુજિશિયન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ તેણે કોઈને આ વાત કરી નહોતી. આ વાતને તેણે ૧ વર્ષ સુધી છુપાવીને રાખી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY