કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સમ્માન આપ્યું નથી ભારતનું દુર્ભાગ્ય છે કે સરદાર પટેલ આ દેશના વડાપ્રધાન બન્યા નહીઃ શિવરાજસિંહ ચૌહાણ

0
17

ભોપાલ,તા.૩૧
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે સરદાર પટેલની જન્મ જયંતી પર સરદારને લઇને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે સરદાર વલ્લભભાઇ પટેલને ક્્યારેય સમ્માન આપ્યું નહી. જેણે દેશને એક તાંતણે બાંધ્યો તેને જ કોંગ્રેસ ભૂલી ગઇ. હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું કે, તેમણે આજે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા દેશને સમર્પિત કરી. આ સરદાર પટેલને આપવામાં આવેલી સાચી શ્રદ્ધાંજલી છે.
તેમણે વધુમાં કહ્યું કે, જો તે સમયે સરદાર પટેલ ના હોત તો, દેશને એક તાંતણે બાંધી શકાયો ના હોત. જા કાશ્મીર જવાહરલાલ નહેરૂની જગ્યાએ સરદાર પટેલના હાથમાં હોત તો, પાકિસ્તાન પાસે તેનો એક તૃત્યાંશ હિસ્સો ના હોત. આ ભારતનું દુર્ભાગ્ય છે કે સરદાર પટેલ આ દેશના વડાપ્રધાન બન્યા નહી. કોંગ્રેસે સરદાર પટેલ સાથે શું કર્યું તે ફરીથી કહેવાની જરૂર નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY