સુરત,તા.૨૦
સુરતમાં બ્રેનડેડ થયેલી એક ૨૧ વર્ષની પટેલ સમાજની યુવતીનું હાર્ટ ૨૬૯ કિ.મી.નું અંતર ૧૦૭ મિનિટીમાં કાપીને મુંબઇ પહોંચાડાયું અને મુંબઇની હોસ્પિટલમાં સુરતના ૨૬ વર્ષના યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું.સુરતથી આ ૨૧મું હાર્ટ ડોનેશન થયું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી હવે હાર્ટ ડોનર તરીકે પણ જાણીતી થઇ છે.
ડોનેટ લાઇફના સ્થાપક નિલેશ માંડલેવાળાએ કહ્યું હતું કે જ્હાન્વી તેજસભાઇ પટેલ ૨૧ વર્ષના હતા અને તેઓ બ્રેન ડેડ થયા હતા. પણ તેમનું હાર્ટ ધબકતું હતું.પરિવારજનોને હાર્ટ ડોનેટ કરવા વિનંતી કરી અને તેઓ માની ગયા.ઝડપથી પ્રોસિજર શરૂ કરીને સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર કરીને હાર્ટને વિમાન મારફતે મુંબઇની ફોર્ટીસ હોસ્પિટલમાં પહોંચાડાયું. જયાં સુરતના હાર્ટ પેશન્ટ ૨૬ વર્ષના લાલજી ગેડીયાને સફળતા પૂર્વક ટ્રાન્સ્પ્લાન્ટ કરવામાં આવ્યું. માત્ર ૧૦૭ મિનિટમાં હાર્ટને મુંબઇની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હતુ.
સુરતના ૨૧ વર્ષના જ્હાન્વી પટેલ બ્રેનડેડ થતા તેમના પરિવારડનોએ હાર્ટ ડોનેટ કરવા મંજૂરી આપી હતી. માંડલેવાળાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં સુરતથી ૧૫ હાર્ટ મહારાષ્ટ્ર, ૩ ગુજરાત,૧ તમિલનાડુ,૧ મધ્યપ્રદેશ અને ૧ દિલ્હી એમ કુલ ૨૧ હાર્ટનું સુરતથી ડોનેશન થયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




