સિક્સર ક્વીનઃ હરમનપ્રીતે માર્યો મહિલા વિશ્વ કપનો સૌથી લાંબો છગ્ગો

0
7

ગુયાના,તા.૨૦
વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલા મહિલા વિશ્વ કપ દરમ્યાન થોડા દિવસો પહેલા ભારતની મેચ ઓસ્ટ્રેલિયા સાથે હતી. ભારતીય ટીમ તરફથી ભલે તાબડતોબ ૮૩ રન બનાવીને સ્મૃતિ મંધાના પૂર્વ મેચમાં છવાઈ ગઈ. પરંતુ મેચ દરમ્યાન બીજી એક ઘટના પણ પ્રશંસાને પાત્ર રહીં, જેણે સમગ્ર ક્રિકેટ પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રીત કર્યુ. મહિલા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ કામ કર્યુ. હરમનપ્રીતે ૪૬ રનની આક્રમક ઈનિંગ દરમ્યાન ૨ છગ્ગા ફટકાર્યા હતાં. જેમાં એક છગ્ગો તો ટુર્નામેન્ટના સૌથી લાંબા છગ્ગામાં સામેલ થયો છે.
હરમનપ્રીતે વિશ્વ કપમાં અત્યાર સુધી ૧૨ છગ્ગા લગાવ્યા છે. સીરીઝની પ્રથમ મેચમાં જ ન્યૂઝીલેન્ડની સામે તેમણે તોફાની સદી ફટકારીને ભારતીય મહિલા ટીમનું અસ્તિત્વ બરકાર રાખ્યુ હતું. ૧૦૩ રનની ઈનિંગ દરમ્યાન હરમનપ્રીતે ફક્ત ૫૧ બોલ રમ્યા હતાં. જેમાં તેણે ૮ છગ્ગા અને ૭ ચોગ્ગા લગાવ્યા હતાં. એટલું જ નહીં, હરમનપ્રીતની છગ્ગાની સરેરાશ લંબાઈ જાવામાં આવે તો તેઓ અન્ય બેટ્‌સમેનો પર ભારે પડી રહીં છે. વિશ્વ કપમાં તેના છગ્ગાની સરેરાશ લંબાઈ ૭૭ મીટર સુધી છે. જ્યારે બાકી કોઈ પણ ક્રિકેટર સરેરાશ ૭૧ મીટર સુધી જ છગ્ગા મારી શકિયા છે. વિશ્વ કપમાં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ પહેલા વેસ્ટ ઈન્ડીઝની ડેન્ડ્રાના નામે હતો. ડેન્ડ્રાએ ૨૦૧૦માં ૯ છગ્ગા લગાવ્યા હતાં.
મહત્વનું છે કે, વિશ્વ કપ દરમ્યાન ભારતીય ટીમે પોતાની પહેલા ૪ મેચ જીતી છે. આ જીતમાં ૨૯ વર્ષની ભારતીય કેપ્ટન હરમનપ્રીતનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY