સુરત જિલ્લાનાં સાલેયા ગામ સંસ્કાર પર્વ ભવ્ય કાર્યક્રમ યોજાયો

0
42

આતંકવાદના ઉકરડામાં સૂફીવાદનાં બીજ રોપય તો ‘માનવતાવાદ’ ના બાગનું સર્જન થઈ શકે: ડો, ચિસ્તિ

સુરત : સુરત જિલ્લાનાં સાલૈયા ખાતે માંગરોળની મોટામિયાં બાવાની દરગાહ હાલનાં ગાદીપતિ પીર સલીમુદીન ચિશ્તીનાં સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉ.પીર મતાઉદીન ચિશ્તીનાં સાંનિધ્યમાં સંસ્કારપર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતુ.

કાર્યક્રમનો પ્રારંભ કાશ્મીરનાં પુલવામાં શહીદ થયેલા જવાનોને બે મીનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલિ આપી તથા ઘરે ઘરે વૃક્ષ વાવોનાં અભિયાનને આગળ ધપાવાનાં હેતુને ધ્યાનમાં લઇ ડો. પીર મતાઉદીન ચિશ્તીનાં હસ્તે વૃક્ષ વાવીને કરવામાં આવ્યો હતો. પ્રા. શાળાની બાળાઓએ પ્રાર્થના સ્વાગતગીત રજૂ કર્યા હતાં. દરગાહ રચિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રીસર્ચ
ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન જે સંસ્કાર પર્વ કાર્યક્રમમાં શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી કામગીરી કરવામાં આવી છે એનો અહેવાલ ડૉ. રાયસીંગભાઇ ચૌધરીએ રજૂ કર્યો હતો.આ કાર્યક્રમમાં ધો.૧૨-૧૦ નાં વિદ્યાર્થીઓને ડૉ. પીર મતાઉદીન ચિશ્તીનાં હસ્તે પ્રોત્સાહીક ઇનામો આપવામાં આવ્યા હતા.ચાર દિવસ સુધી ભક્તિફેરી દરમિયાન ડૉ.પીર મતાઉદીન ચિશ્તી તથા એમનાં અનુયાયીઓએ કાળી પટ્ટી પેહરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કર્યો હતો.ડૉ. પીર મતાઉદીન ચિશ્તીએ ઉપસ્થિત જંગ માનવમેદનીને આર્શીવચન આપતા જણાવ્યું કે આતંકવાદ-જ્ઞાતિવાદ કે કોમવાદનાં ઉકરડામાં સૂફીવાદનાં બીજ રોપાયતો “માનવતાવાદ’ માં બાગનું સર્જન થઇ શકે એમ છે. સંચાલન ઇશ્વર ચૌધરીએ કર્યુ હતું.

સલીમભાઈ પાલેજ
9924682039

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY