મુંબઈ,તા.૧૦
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘દબંગ ૩’ના ક્લાઈમેક્સમાં હાઈ-ઓક્ટેન એક્શન સીન્સ જોવા મળશે. ફિલ્મમાં સલમાન ખાન ઈન્સ્પેક્ટર ચુલબુલ પાંડેનો રોલ પ્લે કરી રહ્યો છે. કન્નડ સુપરસ્ટાર સુદીપ આ ફિલ્મમાં વિલન બાલી સિંહ બન્યો છે.
ક્લાઈમેક્સ સીક્વન્સ ૨૩ દિવસમાં શૂટ કરવામાં આવી છે. આ સીક્વન્સમાં ચુલબુલ તથા બાલી હાથો-હાથની લડાઈ લડે છે. આટલું જ નહીં સલમાન ખાન વિલન બાલીના ૫૦૦ માણસો સાથે પણ એક્શન સીન્સ કરતો જોવા મળશે. પ્રોડક્શન હાઉસના જણાવ્યા પ્રમાણે, આ સીક્વન્સમાં ૧૦૦ કાર્સને હવામાં ઉડાવી દેવામાં આવી હતી. સલમાન ખાનની આજ સુધીની ફિલ્મમાં ના જોઈ હોય એવી એક્શન સીક્વન્સ ‘દબંગ ૩’માં જોવા મળશે.
સુદીપે ‘દબંગ ૩’નું નવું પોસ્ટર શૅર કર્યું હતું, જેમાં સુદીપ શર્ટલેસમાં પોતાના સિક્સ પેક એબ બતાવે છે. આ ફિલ્મમાં સલમાનના પિતાના રોલમાં સ્વ. વિનોદ ખન્નાની જગ્યાએ તેમના ભાઈ પ્રમોદ ખન્નાને લેવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


