ઘરમાં ગેરકાયદેસર રીતે હોટલ ચલાવતા સોનુ સૂદને મળી નોટીસ

0
28

મુંબઈ,તા.૨૮
વિતેલા મહિને ૨૮ ડિસેમ્બરે રિલીઝ થયેલ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ સિંબામાં વિલનની દમદાર ભૂમિકામાં જાવા મળેલ સોનૂ સૂદ હાલમાં મુશ્કેલીમાં છે. એક પર્સનલ વિવાદમાં તે ફસાઈ ગયા છે. તે ઘરમાં ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા હતા જેના કારણે તેને નોટિસ ફટકારવામાં આવી છે.
જાણકારી અનુસાર, સોનૂ સૂદ જુહૂ વિસ્તારમાં પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે હોટલ ચલાવી રહ્યો હતો. આ ઘને તેણે હોટલમાં ફેરવી નાંખ્યું હતું. આ મામલે મુંબઈ મહાનગર પાલિકાએ સોનૂ સૂદને નોટિસ ફટકારી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેણે મંજૂરી વગર નિર્માણ કાર્ય કર્યું છે.
આ મામલે સોનૂ સૂદે સ્પષ્ટતા પણ કરી છે. તેનું કહેવું છે કે, જે જગ્યાએ હોટલ ચાલી રહી છે તેનું પેપર વર્ક કરવામાં આવી રહ્યું છે. તેમાં થોડો વિલંબ થઈ રહ્યો છે. સોનૂ સૂદે કહ્યું કે, તેણે કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી અને ન તો કોઈ ભૂલ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY