બળાત્કાર કેસમાં દોષિત ઠરેલા નારાયણ સાંઈને કાલે કોર્ટમાં સજા અંગે સુનાવણી

0
9

સાધિકા પર બળાત્કારના કેસમાં નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન, ગંગા, જમના અને હનુમાનને અદાલતે સજા સંભળાવશે
સુરત, તા.૨૯
સુરત સહિત સમગ્ર દેશના ચકચારિત બળાત્કાર કેસમાં નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન, ગંગા, જમના અને હનુમાનને અદાલતે દોષિત ઠરવ્યા બાદ કાલે, મંગળવારના રોજ અદાલત તમામને સજાનો હુકમ કરશે.
આ કેસની વિગતો એવી છે કે, ૬ ઓક્ટોબર-૨૦૧૩ના રોજ શહેરની પીડિતાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં જહાંગીરપુરા આશારામ આશ્રમના નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સામે બળાત્કારની ફરિયાદ નોધાવી હતી. આ ગુનાની તપાસ કરનારા પૂર્વ અને નિવૃત્ત (હાલમાં) એસીપી મુનશી એ હરિયાણા – કુરૂક્ષેત્ર ખાતેથી નારાયણ સાંઈની ધરપકડ કરી હતી. સુરત કોર્ટમાં રજૂ કરી તેમના પોલીસ રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા. જાકે, આ ગુનામાં કુલ્લે ૩૦થી વધુ આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરવામાં આવી હતી.
આ ગુનામાં પોલીસેડ નારાયણ સાંઇ, ગંગા (ધર્મિષ્ઠા મિશ્રા), જમના (ભાવના પટેલ), હનુમાન (કૌશલ ઠાકુર), રમેશ મલ્હોત્રા (ડ્રાઈવર), નેહા દિવાન તથા અજય દિવાન સહિત અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કર્યા બાદ અદાલતે ઈન્સાફી કાર્યવાહી શરૂ કરી હતી. ૬૪ મહિનાથી નારાયણ લાજપોર જેલમાં છે. ૨૬મી એપ્રિલના રોજ બળાત્કાર કેસમાં આરોપીઅોનો ચુકાદો જાહેર કરવામાં આવતા અદાલતે નારાયણ સાંઈ, ગંગા, જમના, હનુમાન અને રમેશ મલ્હોત્રાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે બચાવ પક્ષના એડવોકેટ વિનય શુકલાની દલીલોને ધ્યાનમાં રાખી દિલ્હીની વતની નેહા દિવાન અને અજય દિવાનને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
જાકે, નારાયણ ગંગા, જમના અને હનુમાનને આઈપીસી-૩૭૬ (૨) (સી)માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કાયદા હેઠળ ૧૦ વર્ષ સુધીની સજા જાગવાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY