મુંબઈ,તા.૯
ટીવીનાં જાણીતા અભિનેતા વિવિયન ડીસેનાએ વર્ષ ૨૦૧૭માં પોતાની પત્ની વાહબિઝ દોરાબજીથી છૂટાછેડા લઇ લીધા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે વિવિયનનું દિલ એકવાર ફરી તુટ્યું છે. આ વેલેન્ટાઇન વીકેન્ડમાં જ્યાં લોકો એકબીજાને પ્રપોઝ કરી રહ્યા છે તો ટીવી એક્ટર વિવિયન ડીસેનાનું ગર્લફ્રેન્ડ ગરિમા જૈનથી બ્રેકઅપ થઇ ચુક્યું છે. એક રીપોર્ટ પ્રમાણે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ કેટલાક દિવસથી બંને વચ્ચે બધુ વ્યવસ્થિત નહોતુ ચાલી રહ્યું છે અને કેટલાક સમય પહેલા બંનેએ એકબીજા સાથે સંબંધ તોડી દીધો હતો.
ગરિમાએ આ વિશે કંઇપણ કહેવાની ના કહી દીધી હતી. તેણે કહ્યું કે, “હું કંઇપણ કહેવા નથી ઇચ્છતી. સાથે જ હું નથી ઇચ્છતી કે મારું નામ વિવિયન સાથે જાડાય.” બીજી તરફ વિવિયને આ વિશે કંઇપણ કહ્યું નથી. ગરિમાને ડેટ કરતા પહેલા વિવિયને વાહબિઝ દોરાબજી સાથે લગ્ન કર્યા હતા. વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજીની જાડી ફેમસ સીરિયલ ‘પ્યાર કી કહાની’માં જોવા મળ્યા હતા. આ સીરિયલમાં બંનેએ પતિ-પત્નીનું પાત્ર નિભાવ્યું હતુ. ત્યારબાદ બંનેએ વર્ષ ૨૦૧૩માં લગ્ન કરી લીધા હતા.
વિવિયન ડીસેના વિશે એવું પણ કહેવાય છે કે તે એ એક્ટર્સમાંથી છે જે કોઇપણ શોનો ભાગ બનતા પહેલા એ શરત રાખે છે કે તે આૅન સ્ક્રીન કોઇપણ પ્રકારનાં ઇન્ટીમેટ સીન નહીં આપે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



