મુંબઈ,તા.૯
ઝોયા અખ્તરની ‘ગલી બોય’ની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. મેકર્સ દ્વારા જુદી-જુદી રીતે એનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે.
આ ફિલ્મની રિલીઝના થોડા દિવસ પહેલાં એના મેકર્સે આ ફિલ્મની એક ઓફિશિયલ એપ લોન્ચ કરી છે. જેનાથી આ ફિલ્મ માટેના એક્સાઇટમેન્ટમાં વધારો થયો છે. એપ લોન્ચ કરતાં મેકર્સે એક વીડિયો શેર કરવાની સાથે કેપ્શન લખી હતી કે, ‘તમે ગલીનો આગામી અવાજ હોય શકો છો. ગલીબીટ એપ ડાઉનલોડ કરો અને પોતાની જાતને એક બીટની સાથે એક્સપ્રેસ કરો. પોતાનું રેપ અત્યારે રેકોર્ડ કરો.
બોલિવૂડમાં પહેલી વખત એમ બન્યું છે કે જ્યારે કોઈ ફિલ્મે પોતાની ઓફિશિયલ એપ લોન્ચ કરી હોય. આ એપ તમને એક બીટથી અભિવ્યક્તિમાં મદદ કરશે, પોતાનું રેપ રેકોર્ડ કરો અને એને શેર કરો. ‘ગલી બોય’ ફિલ્મ મુંબઈના ધારાવીના સ્લમ રેપર્સથી ઇન્સ્પાયર્ડ સ્ટોરી છે. આલિયા ભટ્ટની સાથે પહેલી વખત બિગ સ્ક્રીન પર આવનારો રણવીર સિંઘ આ ફિલ્મમાં એક સ્ટ્રીટ રેપરના રોલમાં છે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મના ટ્રેલર અને સોંગ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




